બાંધકામમાં નંદાણીયા, ટાઉન પ્લાનીંગમાં બારૈયા, સ્ટ્રીટલાઇટમાં જાગાણી, વાહન ગેરેજમાં સુવા, યાર્ડમાં કનારા, આરોગ્યમાં જીજ્ઞાબેન, લીગલમાં અમીતાબેન, જળાશયમાં અસ્મિતાબેન, ગટરમાં ક્રિષ્નાબેન, સમાજ કલ્યાણમાં રમાબેન તેમજ શિક્ષણમાં આરતીબેન વરાયા
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારીના હોદેદારોની વરણી બાદ લાંબા સમય બાદ વિવિધ સમિતિની રચના કરવામાં આવતા 1ર સમિતિમાંથી 6 સમીતીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે કોલેજ સમિતિમાં હોદાની રૂએ નગર પાલિકાના પ્રમુખ રહેતા જયારે યાર્ડમાં પણ પ્રતિનિધિની નિમણુંક કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવાતી અઘ્યક્ષમાં ગઇકાલે મળેલી જનરલ બોર્ડમાં કુલ 1ર સમીતીની રચના કરવામાં આવી હતી. તેમાં ટાઉન પ્લાનીંગની મુદત પાંચ વર્ષ માટેની હોવાની અગાઉ ચેરમેન તરીકે રહેલા ગોવિંદભાઇ બારૈયાને યથાવત રાખવામાં આવ્યા છે. બાંધકામ સમીતીમાં મનોજ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટ સમીતીમાં અજય જાગાણી, વાહન ગેરેજ સમીતીમાં કારાભાઇ સુવા, જાહેર આરોગ્ય સમિતિમાં જીજ્ઞાબેન વ્યાસ, લીગલ સમિતિમાં અમીનાબેન કાલાવડીયા, શિક્ષણ સમિતિમાં આરતીબેન ત્રિવેદી, ગટર વ્યવસ્થા બોર્ડમાં ક્રિષ્નાબેન લાડાણી, શિક્ષણ સમિતિમાં આરતીબેન ત્રિવેદી સમાજ કલ્યાણ સમિતિમાં રમાબેન કટારીયા જયારે કોલેજ સમિતિમાં હોદાની રુએ નગર પાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા અંગે યાર્ડના પ્રતિનિધિ તરીકે મનોજભાઇ કનારા ની નિમણુંક કરવામાં આવી છે. તમામ ચેરમેનનોની મુદત અઢી વર્ષ માટે રાખવામાં આવી છે. નવ નિયુકત ચેરમેનોની વરણીને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઇ ઠુંમર, પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, આર.ડી. સી. બેંકના ડિરેકટર હરિભાઇ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, શિક્ષણ સમીતીની ચેરમેન નિકુંલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, મંજુબેન માકડીયા, જયેશભાઇ ત્રિવેદી,, જીજ્ઞેશભાઇ ડેર સહીતના આગેવાનો એ આવકારી શુભેચ્છા પાઠવી હતી.