ફરીથી યુવાનોમાં દાઢીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે દાઢી રાખનારાઓને સંગઠ્ઠીત કરી દાઢીની ગરીમાં  વધારવા સૌરાષ્ટ્ર બીયર્ડ કલબની રચના કરવામાં આવી છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર બીયર્ડ કલબના સ્થાપકો કેતનભાઇ દસાડીયા, સંદીપભાઇ રબારી, શિવભાઇ જોશી અને પ્રિતેશભાઇ દાસાણીએ જણાવેલ કે દાઢી રાખનારાઓનેે સંગઠીત કરી સમાજ સેવાની પ્રવૃતિ માટે બિયર્ડ કલબની રચના કરી છે. સાથે સાથે યુવા અને તમામ વર્ષના પુરૂષ પર્સાનાલીટી ઝવેરેલીદાઢી રાખતા થાય તે માટે કલબની રચના કરી છે.

દુનિયામાં બિયર્ડ કલબની પરંપરા ખુબ જુની છે અને સૌરાષ્ટ્રમાં સંગઠન રચી દાઢીની ઇજજત વધારવા માગીએ છીએ.

દાઢી રાખનારા વ્યકિત વધુ ભરોસા પાત્ર ગણાતી હોવાના અનેક સર્વે આવ્યા છે. આદિકાળથી દાઢીનું સન્માન રહેતું આવ્યું છે. રૂષિ મુનિઓ આચાર્યો રાજવીરો દાઢી રાખતા હતા.

‘અબતક’ની મુલાકાતમાં બીયર્ડ કલબના સ્થાપક જુવાનીયાઓએ દાઢીના ફાયદાના વર્ણવી રસપ્રદ ગાથા

સૌરાષ્ટબીયર્ડ ક્લબ જેની સ્થાપના 16/11/2022 ના રોજ રાજકોટ મા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર બીયર્ડ ક્લબ નો અનોખો હેતુ દાઢી રાખતાં લોકો ને એકત્ર કરી એક યુનિટી બનાવવા નો છે. પહેલાના સમયમાં જેમ રજવાડાં અને ઋષિ મુનિ પણ દાઢી રાખતા હતા જેનું  હિન્દુ ધર્મમાં પણ મહત્વ ઘણું છે. અત્યારના સમયમાં દાઢીરાખવી એક ફેશન બની ગઈ છે અને અત્યારે પુરુષો દાઢી વધારી રહ્યા છે , તેવા માં સૌરાષ્ટ્ર બીયર્ડ ક્લબ નો ઉદ્દેશ્ય દાઢી ના શોખીનલોકો ને એકત્ર કરી ને એમની એકતા વધારી અને સંગઠન સમાજ ને ઉપયોગી બને તેવો એક પ્રયાસ છે.

હાલ માં જ beardo કંપની કે જે દાઢી વધારવા માટે ઉપયોગી વસ્તુ બનાવે છે તેના સેમીનાર માં સૌરાષ્ટ્ર બીથર્ડ ક્લબના મેમ્બરપ્રિતેશ દાશાની, સંદીપ રબારી , શિવ જોષી , કેતન દસાડિયા  મુખ્ય મહેમાન તરી કે હાજર રહ્યા હતાં

હાલમાં ભોપાલ ખાતે યોજાયેલ બીયર્ડ પ્રતિયોગિતા માં સૌરાષ્ટ્ર બીયર્ડ ક્લબના મેમ્બર પ્રિતેશ દાશાની હાજર રહ્યાં હતાં અને એક અલગ પ્રકારે દાઢી ને ફન્કી લુક આપ્યો હતો , જેના વખાણ બોલિવૂડ અભિનેત્રી સ્નેહા ઉલ્લા દ્રારા કરવા માં આવ્યાં હતાં.

એવી જ રીતે સંદીપ રબારી પણ દાઢી ની પ્રતિયોગિતામાં ભાગ લેતા રહે છે . તેઓ નેશનલ બીયર્ડ ચેમ્પયનશિ 5 માં 2019 નાફાયનાલિ સ્ટ રહી ચૂક્યા છે, તેમજ ઇન્ટરનેશનલ બીયર્ડ ચેમ્પિયનશિપ 2020 કે જેમાં તે ટોપ 12 ના સ્થાન પર રહી ચૂક્યા છે . એસિવાય તેઓ ગૂજરાત બીયર્ડ આઈકોન 2019 પણ રહી ચૂક્યા છે.

આવા જ અલગ – અલગ ફેશન શો માં દાઢી ની આગવી ઓળખ ના લીધે તેમણે અનેક એવોર્ડ પોતાના નામે કરેલ છે.આગામી સમયમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રકારે કાર્યક્રમો આયો જન કરવામાં આવશે જેની તમામ ખબર સૌરાષ્ટ્ર બીયર્ડક્લબ માં મળશે . જોડાવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ પર સૌરાષ્ટ્ર બીયર્ડ ક્લબ @saurashtra beard club ફોલ્લો કરો તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.