મનસુખભાઇ જોશી, જયંતિભાઇ કાલરીયા, અશોકભાઇ ડાંગર અને ગાયત્રીબા વાઘેલા સહિત 19 ધુરંધરોનો કરાયો સલાહકાર સમિતિમાં સમાવેશ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ શહેર ચૂંટણી સલાહકાર સમિતિ અને કાર્યક્રમ અમલીકરણ-સંકલન અને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ઝોનના સહપ્રભારી રામકિશન ઓઝાની ભલામણથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર દ્વારા આજે વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજકોટ શહેર ચૂંટણી સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મનસુખભાઇ જોશી, જયંતીભાઇ કાલરીયા, મોહનભાઇ સોજીત્રા, નાથાભાઇ કિયાડા, લાડાભાઇ બોરસડીયા, અશોક ડાંગર, ભરતભાઇ મકવાણા, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભાટી, ડી.પી.મકવાણા, ડો.હેમાંગ વસાવડા, ભલાભાઇ ચૌહાણ, દિનેશભાઇ ડાંગર, ભગવાનજી પરસાણા, ગોવિંદભાઇ સભાયા, જીતુભાઇ ભટ્ટ, ચંદ્રકાંત વાઘેલા, જનાર્ધન પંડ્યા અને બાબુભાઇ ડાભીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેર કાર્યક્રમ અમલીકરણ અને સંકલન તથા ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવી છે.
જેના કન્વિનર તરીકે મનસુખભાઇ કાલરીયાની નિયુક્તી કરાઇ છે. આ સમિતિમાં મનસુખ કાલરીયા, મિતુલ દોંગા, ડો.રાજદીપસિંહ જાડેજા, હિતેશ વોરા, મુકેશભાઇ ચાવડા, નીલેશભાઇ મારૂં, દિલીપભાઇ અસ્વાની, રહીમભાઇ સોરા, તુષારભાઇ નંદાણી, ભાર્ગવભાઇ પઢીયાર, કનકસિંહ જાડેજા, રવજીભાઇ ખીમસુરીયા, પરેશભાઇ હરસોડા, યુસુફભાઇ સોપારીવાલા, ડો.નિશાંત ચોટાઇ, નિમિષા રાવલ, યોગિતા વૈધ, વૈશાલી શિંદે, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ 11), ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ 17) અને હોદ્ાની રૂએ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ, શહેર સેવાદળ પ્રમુખ, શહેર ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રમુખ, શહેર એસ.સી.ડીપાર્ટમેન્ટ પ્રમુખ, શહેર માયનોરીટી ડીપાર્ટમેન્ટ પ્રમુખ અને શહેર લીગલ સેલ ડીપાર્ટમેન્ટ પ્રમુખને સ્થાન અપાયું છે.