રાજકોટ શહેર આચાર્ય સંઘની નવી કારોબારીની તાજેતરમાં રચના કરવામાં આવી તેમાં વર્ષ ૨૦૨૦-૨૨ માટે શહેર પ્રમુખ તરીકે સંજયભાઇ પંડયા તેમજ મહામંત્રી કિશોરભાઇ હિરપરા, ઉપપ્રમુખ તરીકે ડો. તુષારભાઇ પંડયા અને ડો. સોનલબેન ફળદુ, સહમંત્રી તરીકે મમતાબેન પુરોહિત, ખજાનચી તરીકે પરસોતમભાઇ સોજીત્રા, સારસ્વત મંત્રી તરીકે કિશોરભાઇ દવે, કલ્યાણ નિધિ ક્ધવીનર તરીકે આશિષભાઇ પાઠક તેમજ કારોબારી સદસ્યો તરીકે શૈલેષભાઇ વોરા, રતિલાલ ભડાણીયા, હરિકૃષ્ણભાઇ પંડયા, શારદાબેન મઢવી, જયશ્રીબેન વોરા, હિતેશકુમાર ચાવડા, અશોકકુમાર ગોંડલીયા, સંસદસભ્ય તરીકે ભુપેન્દ્રસિહ ચુડાસમા, અમરશીભાઇ ચંદ્રાલા, વિનોદભાઇ ગજેરા, ગીરીશભાઇ પંડયા, ડો. લીનાબેન કારીયા, ડો. સતીષભાઇ તેરૈયા નો સમાવેશ કરવામાં આવેલ છે.
રાજય આચાર્ય સંઘનું પ૦મું સુવર્ણ જયંતિ અધિવેશન આગામી તા. ૬,૭,૮ ફેબ્રુઆરી દરમ્યાન અંબાજી ખાતે યોજાનાર છે. તેની વિગતવાર માહીતી વી.આર.ગજેરા તેમજ સંજયભાઇ પંડયાએ આપી હતી. આ અધિવેશન સુવર્ણજયંતિ અધિવેશન હોય રાજકોટ શહેર ના કાયમી તેમજ ઇન્ચાર્જ તમામ આચાર્ય મિત્રોને જોડાવાનું આહવાન પ્રમુખ દ્વારા કરવાાં આવ્યું હતું. અધિવેશનમાં જોડાવા ઇચ્છતા તમામ આચાર્ય મિત્રોએ સંજયભાઇ પંડયા મો. નં. ૯૯૨૫૦ ૩૦૩૧૦ પર તુરંત સંપર્ક કરવો.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા હિતેશભાઇ ચાવડા, આશિષભાઇ પાઠક તેમજ ડો. સોનલબેન ફળદુ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન ડો. તુષારભાઇ પંડયાએ કર્યુ હતું.