20 ફેબ્રુઆરી સુધીમાં પ્રશ્ર્નો નહિ ઊકેલાયતો ફોરમની બેઠક યોજી આંદોલત્મક કાર્યક્રમ કરવાનું આયોજન થશે
તા.18ના આઠ પેન્શનર્સ એસોસીએશનના આગેવાનોની સંયુક્તની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યા મુજબ તા.1.1.2017 થી 15% ફીટમેન્ટ પીઆરસી મુજબ પેન્શન રીવીઝન મેળવવા બીએસએનએલ-એમટીએનએલ પેન્શન રીવીઝનના સંઘર્ષ માટે આઠ પેન્શનર્સ એસોસીએશનના સંયુક્ત ફોરમની રચના કરવામાં આવી. (1) ઓલ ઇન્ડિયા બીએસએનએલ ડીઓટી પેન્શનર્સ એસો. (2) બીએસએનએલ ડીઓટી પેન્શનર્સ એસોસિએશન (ભારત) (3) સંચાર નિગમ પેન્શનર્સ વેલ્ફેર એસો. (4)ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસો. મુખ્ય મથક પુણે (5) એમટીએનએલ નિવૃત્ત એક્ઝિક્યુટિવ્સ વેલ્ફેર એસોસિએશન (6) એમટીએનએલ ડીઓટી પેન્ટાનર્સ વેલ્ફેર એસોસિએશન (7 ) એમટીએનએલ સિનિયર એક્ઝિક્યુટિવ્સ પેન્શનર્સ એસો. (8) એમટીએનએલ નિવૃત્ત એક્ઝિક્યુટિસ વેલ્ફર એસો. મુંબઇ. કોંમ. વી એસ નામ્બુદ્રીજી, એઆઈબીઓપીએ સલાહકારએ આ મિટીંગની અધ્યેક્ષતા કરેલ કોમ . કે.જી.જયરાજ , જનરલ સેક્ટરી, જેમણે મીટિંગ માટે નોટિસ જારી કરી હતી. તેમણે પેન્શનરોના પેન્શન રિવિઝનના સંદર્ભમાં વર્તમાન પરિસ્થિતિ અને 15% ફિટમેન્ટ સાથે પેન્શન રિવિઝન હાંસલ કરવા માટે પેન્શનર્સ એસોસિએશનો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત વિશે ટૂંકમાં સમજાવ્યું હતું .
ડીઓટી સચિવ દ્વારા તા .17.12.2022ના રોજ એસોસિએશન સાથેની બેઠક દરમિયાન, સરકાર દ્વારા 7 માં પગારપંચના આધારે કોઇપણ પેન્શન સુધારણાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ બેઠક ડીઓટી દ્વારા ઓફર કરવામાં આવેલ 0 % ફીટમેન્ટ સ્વીકાર્ય નથી . પગારપંચથી પેન્શન રિવિઝનને અલગ કરવાની એસોસિએશનોની માગણી ડીઓટી દ્વારા સ્વીકારવામાં આવી હોવાથી અને મહત્તમ પગાર ધોરણે સંપૂર્ણ પેન્શન ફાળો સરકારને ચૂકવવામાં આવ્યો હોવાથી , સરકાર દ્વારા 0% ફીટમેન્ટથી પેન્શન રિવિઝનની ડીઓટીનીઓફર બિલ કુલ વ્યાજબી નથી. 0% ફીટમેન્ટ નામંજૂર કરો અને 15% ફિટમેન્ટ તે મુજબ પેન્શનમાં સુધારો કરવા અંગે એસોસિએશન સાથેની ડીઓટી સચિવની બેઠકમાં રજુઆત કરેલ.
આ મીટીંગમાં પીઆરસી મુજબ 15 % ફિટમેન્ટ સાથે પેન્શન રિવિઝન માટેની માંગને મજબૂતપણે ચાલુ રાખવા, બીએસએનએલ, એમટીએનએલ પેન્શનર્સ એસોસિએશનના સંયુક્ત ફોરમની રચના આજે બેઠકમાં હાજર રહેલા તમામ એસોસિએશનો સાથે સંદેશા વ્યવહાર મંત્રી અને સચિવ, ડીઓટીને માંગણીઓ અને વાજબીતાઓ સાથેનું મેમોરેન્ડમ આપવા માટે, પેન્શન રિવિઝનના વહેલા પતાવટ માટે સંયુક્ત ફોરમ દ્વારા સચિવ ડીઓટી અને સંચાર મંત્રી સાથે બેઠક યોજવા , અને જો 20 મી ફેબ્રુઆરી , 2023 સુધીમાં આ મુદ્દાને અનુકૂળ રીતે ઉકેલવામાં ન આવે તો, સંયુક્ત ફોરમ બેઠક કરશે અને આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવા અંગેના સર્વનુંમતે નિર્ણય લેવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારા દ્વારા જણાવવામાં આવેલ.