અમદાવાદ ખાતે ઘણા વખત પછી મોટી સંખ્યામાં નિર્માતાઓ અને દિગ્દર્શકો ભેગા થયા અને મજબુત સંગઠનની સ્થાપના 

અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના નામી અનામી નિર્માતાઓ અને દિગ્દર્શકો બહોળી સંખ્યામાં ભેગા થયા, અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ વિચારણાઓ થઇ. સર્વાનુમતે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશનની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.જેની ગતી વિધિ શરૂ કરવા માટે કામચલાઉ વર્કિંગ કમિટીની પણ રચના કરવામાં આવી. જેમાં.. હીતુ કનોડિયા : પ્રમુખ,  હરેશ પટેલ : ઉપપ્રમુખ,  અભિલાષ ઘોડા : મહામંત્રી,  પરેશ વોરા : સહમંત્રી,  બીપીન બાપોદરા : સભ્ય,  ધર્મેશ શાહ : સભ્ય,  સંજય શાહ “જેકી” : સભ્ય,  રમેશ કરોલકર : સભ્ય ,  સંજય પટેલ : સભ્ય,  ઉત્પલ મોદી : સભ્ય ,  શૈલેષ પ્રજાપતિ : સભ્ય,   દિવ્યા પટેલ : સભ્ય,  વિનય દવે : કાનુની સલાહકારનો સમાવેશ કરવામાં આવ્યો.. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના વિકાસ માટે સૌએ એકજુટ થઇ, એકબીજા સાથે ના વિચારભેદ ભુલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો..

આજથી જ આ સંગઠનની નોંધણી માટેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને જ્યાં સુધી અધીકૃત નોંધણી ન થાય ત્યાં સુધી પોતાના જન્મ થી શરૂ કરીને આજ સુધી ઓછામાં ઓછી એક ગુજરાતી ફિલ્મ સાથે નિર્માતા, સહ નિર્માતા, કાર્યકારી નિર્માતા અથવા દિગ્દર્શક તરીકે જે કોઇ સંકળાયેલા હોય તે આ એસોસિયેશન ના વિનામુલ્યે સભ્ય બની શકશે તેવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.આ એસોસિયેશન માં સભ્ય બનવા માટે ટુંક સમયમાં એક ગુગલ ફોર્મ જાહેર કરવામાં આવશે, આ ગુગલ ફોર્મ જરૂરી આધાર – પુરાવાઓ સાથે રજુ કરી ઉપરોક્ત કેટેગરીમાં આવતા કોઇપણ વ્યક્તિ આ એસોસિયેશન ના વિનામુલ્યે સભ્ય બની શકશે..ખુબ ટુંકા સમયમાં આ આયોજન થયું હોવા છતાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, હીમતનગર, કડી વગેરે જગ્યાએ થી અંદાજીત 60 થી વધુ નિર્માતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.