સ્પા માટે માન્યતા કયાં વિભાગમાંથી મેળવવી તેનો હજુ કોઇ માહિતી નથી: સ્પા ધારકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત: વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા કરી: અબતકના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાના દરેક મેમ્બરને ઓથોરાઈઝડ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપવાના સુચનનો સ્વીકાર

ગુજરાતમાં સ્પા અને વેલનેસના બિઝનેસ સાથે જોડાયેલા વ્યાપારી મિત્રોની સમસ્યાઓ અને નાના-મોટા પ્રશ્ર્નોના નિવારણ માટે એક સંગઠનની જ‚ર હતી. જેથી ‘ગુજરાત સ્પા એન્ડ વેલનેસ એસોસિએશન’ના નામે સંગઠનની રચના કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સ્પા અને વેલનેસ બિઝનેસને અન્ય બિઝનેસની જેમ સ્થાન મળે તેમજ વહિવટી પ્રશ્ર્નોમાં જે-તે સરકારી વિભાગો તરફથી સહકાર મળી રહે તેવો છે. આ અંગે વિગત આપવા ગૈવરી સ્પાના પ્રકાશ જૈન, લોટસ સ્પાના પંકજ રાજા, કલાઉડ-૯ના પરાગ ત્રિવેદી, સતમીઝ સ્પાના અશોક વાઘેલા, પરપલ ઓરચીડો સ્પાના કિરીટસિંહ ગોહિલ અને ગ્લોરીયસ સ્પાના આશીષભાઈ ઠકકરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તેઓએ જણાવ્યુ હતું કે, આજના મોર્ડન યુગમાં વધતી જતી સમસ્યાઓ જેવી કે સામાજીક, આર્થિક અને માનસિક તણાવ, ડીપ્રેશન, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્થુળતા જેવી તકલીફોમાં યોગ, મેડિસ્ટ્રેશન, ફીટનેસ જ‚રી બની રહે છે. તેવી જ રીતે બોર્ડ સ્પા પણ ખુબ જ જ‚રી છે. જેના અનેક ફાયદાઓ છે. સ્પાથી શરીરના અંગોના ડેડ સેલ્સ પુન:જીવીત થાય છે. શરીર સુકોમળ, સ્વસ્થ અને સ્ફુર્તીવાળુ રહે છે. મસાજ અને સ્પાનો જન્મ ભારતમાં જ થયો હતો. સમયાંતરે દેશ-વિદેશમાં સ્પા વિકસિત થયું છે.

તેઓએ વધુમાં ગુજરાત સ્પા એન્ડ વેલનેસ એસોસિએશન વિશે માહિતી આપતા કહ્યું હતું કે, એસોસિએશનના પ્રેસીડેન્ટ તરીકે પ્રકાશ જૈન, સેક્રેટરી તરીકે પરાગ ત્રિવેદી અને વાઈસ પ્રેસીડેન્ટ તરીકે પંકજભાઈ રાજા રહેશે. અેસો.ના હોદેદારોએ મુલાકાત દરમિયાન પોતાના પ્રશ્ર્નોની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, હજુ સ્પા માટે કયાં સરકારી વિભાગમાંથી માન્યતા પ્રાપ્ત કરવાની હોય તેનો જવાબ કયાંથી મળતો નથી ત્યારે ‘અબતક’ મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાએ સુચન આપતા જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા ઓથોરાઈઝડ સર્ટીફીકેટ ઈસ્યુ કરીને તમામ રજીસ્ટર સ્પા મેમ્બરોને આપવામાં આવે તો આ ગડમથલમાંથી થોડી રાહત મેળવી શકાશે. આ સર્ટીફીકેટની જાણ તંત્રને કરી આપવામાં આવે તો તંત્ર પણ જે-તે સ્પાનું ઓથોરાઈઝડ સર્ટીફીકેટ જોઈને સ્પાને ખરાઈ કરી શકે છે. વધુમાં બોગસ સ્પા પણ લાંબો સમય ચાલી શકશે નહીં. ઉપસ્થિત હોદેદારોએ આ સુચનને બહાલી આપીને આગામી દિવસમાં અમલમાં મુકવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.