શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા રો-રો સર્વિસ શરૂ કરવા અંગત રસ દાખવ્યો

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગ થી ચાલુ કરવામાં આવેલ ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ લોકોમાં ખુબજ લોકપ્રિય સેવાબનેલ છે તથા લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

પરંતુ ગત વર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબજ મોટીમાત્રામાં સિલ્ટેશન થઇ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડેલ છે. આ ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસેટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવેલ છે.

આ અંતર્ગત કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના શીપીંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, સી.ઈ.ઓ.- ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર, વિગેરે હાજર રહેલ.

7537d2f3 11

આ બેઠકમાં ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.

આ ફેરી પુન: ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરેલ છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓતથા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટ્સ રેહશે. આ એમ્પાવર્ડ ગૃપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ

ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુન: ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.

આ બેઠકમાં ઘણાં હકારાત્મક પાસા પર ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો-રો ફેરી સર્વિસ પુન: સ્થાપિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.