સમિતિમાં અધ્યક્ષ સહિત સાત સભ્યોનો સમાવેશ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દ્વારા પક્ષમાં શિસ્તતા જળવાય રહે તેની સતત કાળજી રાખવામાં આવશે. શિસ્ત ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શિસ્ત સમિતિની ઘોષણા કરવામાં આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સભ્ય તરીકે પૂર્વ જિલ્લા પ્રભારી બિપીનભાઇ દવે, પૂર્વ પ્રદેશ મંત્રી મણીલાલ પરમાર, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, અનુસુચિત જાતી અને જનજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામસિંહ રાઠવા, વિધાનસભાના પૂર્વ દંડક અજયભાઇ ચોકસી અને પ્રદેશ કારોબારી સભ્ય તખતસિંહ હડિયોલની વરણી કરવામાં આવી છે.
બે જિલ્લા પંચાયતના ઇન્ચાર્જની વરણી
આગામી દિવસોમાં રાજ્યની બે જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપ દ્વારા ઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત વાઇઝ બે આગેવાનોને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્ય જગદીશભાઇ પટેલ અને તુષારસિંહ બાબા, જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની વરણી કરવામાં આવી છે.