પાંચ સભ્યોની કમિટીમાં કે.સી.પટેલ,ચંદ્રકાંત દવે કિશોર બિંદલ, રાકેશ પટેલ અને નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો
લોકસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજ્યમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠક ફતેહ કરવા માટે પૂરજોશમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પટેલ દ્વારા આજે કાર્યાલય સંચાલન અને પ્રવાસ માટે પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે.આ સમિતિના સભ્યો દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી પક્ષની સ્થિતિ અંગે જાણકારી એકત્રિત કરવામાં આવશે.
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમના સંચાલન તથા પ્રવાસ માટે પાંચ સભ્યોની સમિતિમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જુનાગઢ શહેરના સંગઠન પ્રભારી ચંદ્રકાંતભાઇ દવે, સુરત શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશભાઈ પટેલ અને સંગઠનમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા નાથુભાઈ સરવૈયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પાંચ સભ્યોની કમિટી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરોમાં પ્રવાસ કરશે મંડળોની કાર્ય પ્રણાલી અંગે વાકેફ થશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે સંગઠનને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તેનો રિપોર્ટ સમક્ષ રજુ કરશે કમિટી દ્વારા પ્રદેશ ભાજપ કાર્યાલયનું સંચાલન કરવામાં આવશે સાથોસાથ સંગઠનના હોદ્દેદારોના ચૂંટણી લક્ષી પ્રવાસ પણ નક્કી કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાર્ટી વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે કાર્યકર્તાઓ સાથે સંપર્ક કેલરી સંવાદ કરી રહ્યા છે. હવે પાંચ સભ્યોની કમિટીની રચના કરી દેવામાં આવી છે.ભાજપ પૂરજોશમાં લોકસભાની ચૂંટણીની કામગીરીમાં લાગી ગયું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા કાર્યકરોને લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર સતત ત્રીજીવાર કમળ ખીલવવાની જવાબદારી સોંપી છે સાથોસાથ આ વખતે પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે ભાજપના ઉમેદવારો વિજેતા બને અને હરીફ ઉમેદવારોની ડિપોઝિટ પણ ન બચે તે રીતે સંગઠનની કામગીરીને મજબૂત કરવા માટે આહવાન કર્યું છે. છેલ્લા ઘણા દિવસથી ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના અનેક જિલ્લા અને મહાનગરોમાં સંગઠન માળખામાં મોટાભાઈ ફેરફાર કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં પણ સંગઠનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવના જણાય રહી છે.
લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જ આજે પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હોવાનું ચર્ચા રહ્યું છે.આ સમિતિ દ્વારા જિલ્લા મહાનગરો અને તાલુકા ના પ્રવાસ દરમિયાન જે જમીનની હકીકત સામે આવશે તે પ્રદેશ સમક્ષ રજુ કરાશે જેના આધારે આગામી દિવસોમાં સંગઠન માળખામાં ફેરફાર ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી સહિતના નિર્ણય લેવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અલગ અલગ સંગઠાત્મક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે.આગામી રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “મન કી બાત” કાર્યક્રમનો 100 મો એપિસોડ છે.જેને પ્રજાલક્ષી બનાવવા માટે પણ કાર્યકરોને ખાસ હોમવર્ક આપવામાં આવ્યુ છે. લોકસભાની ચૂંટણી માટે આગામી દિવસોમાં પ્રદેશ દ્વારા બેઠક વાઇઝ પ્રભારી અને ઇન્ચાર્જની પણ વરણી કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.