પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ એસીપી જે.એસ. ગેડમ અને એસ.ઓ.જી. પી.આઇ આર.વાય. રાવલની નિમણૂંક
શહેરના મવડી વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઇ.સી.યુ. યુનિટમાં લાગેલી આગની ઘટનામાં કોરોનાના પાંચ-દર્દી જીવતા ભુઝાયાની ઘટનાને પગલે શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે તપ્સ્થ તપાશ માટે સીટની રચના કરી જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ એસીપી જે.એસ. ગેડમ, અને એસ.ઓ.જી.ના પી.આઇ.વાય રાવલની નિમણૂંક કરવામાં આવી છે.
ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં મઘ્યરાત્રિ આગ લાગવાનો દુ:ખદ બનાવ બનેલી જે બનાવની જાણ શહેર પોલીસ કંટ્રોલ મને થતા તાત્કાલીક શહેર પોલીસના સ્થાનીક માલવીયાનગર પોલીસ સ્ટેશન પો.સબ ઇન્સ. એમ.એસ. મહેશ્ર્વરી, હીરેનભાઇ આહિર, રઘુભા કમલેશભાઇ હોમગાર્ડ હરેશભાઇ અને જીતેન્દ્રભાઇ સહીતના સ્ટાફ પહોંચી જઇ અને ઘટનાને ગંભીરતા ઘ્યાને લઇ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સંક્રમીત દર્દીઓ સારવારમાં દાખલ હોય જેઓને તાત્કાલીક ફાયરબ્રીગેડ તથા હોસ્પિટલ સ્ટાફની મદદથી હોસ્પિટલની બહાર કાઢી સુરક્ષીત રીતે હોસ્પિટલમાં સારવારમાં મોકલી આપવામાં આવેલા તેમજ ઉચ્ચ અધિકારી પણ બનાવ સ્થળે પહોંચી ગયેલા હતા. સદરહુ આગના બનાવમાં ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં સારવારમાં રહેલા કુલ પાંચ દર્દીઓના દુ:ખદ અવસાન થયેલા છે જે બનાવની ગંભીરતા ઘ્યાને લઇ હોસ્પિટલ દ્વારા કે અન્ય કોઇ બેદરકારી રાખવામાં આવેલી હતી કે કેમ? વિગેરે બાબતે ઉંડાણપૂર્વક તપાસ થાય અને મૃતકોને ન્યાય મળે તે માટે માલવીયાનગર પો.સ્ટે. મા અ.મોત દાખલ કરવામાં આવેલું છે તેમજ રાજય સરકાર દ્વારા બનાવની તાત્કાલીક માહીતી મેળવી બનાવ બાબતે સંપૂર્ણ ઉડાણપૂર્વક તપાસ થાય તે માટે ઉચ્ચ કક્ષાની કમીટીની નીમણુંક કરી તપાસ કરવા આદેશ કરવામાં આવેલો છે. સદરહુ દુ:ખદ બનાવ બાબતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોલીસ તપાસનું સુપરવીઝન થાય તે માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસ.આઇ.ટીસ.) ની રચના કરેલી છે જેમાં અઘ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, તેમજ સભ્ય તરીકે મદદનીશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ, અને એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય. રાવલ નાઓની નીમણુંક કરવામાં આવેલી છે. તપાસ તટસ્થ અને ઉંડાણપૂર્વક ની યોગ્ય પોલીસ તપાસ થાય તેમજ તેમા માર્ગદર્શન પુરુ પાડી શકય તે માટે એસ.આઇ.ટી. ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાાં આવશે.