ઉપપ્રમુખ પદે પ્રશાંત જયસ્વાલ,ખજાનચી તરીકે ડો.ચતુર ચરમારી અને સલાહકાર તરીકે અજય દવેની નિમણૂક
હળવદ સરકીટ હાઉસ ખાતે શહેર તેમજ તાલુકાના પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર સંગઠનને વધુ મજબૂત બનાવવા હળવદ પત્રકાર સંઘ ની રચના કરાઈ હતી જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચી તેમજ સલાહકાર ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં પત્રકારોને લગતા વિવિધ નિયમો બનાવી હળવદ પત્રકાર સંઘ ની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે યુવા અને હંમેશા લોક ઉપયોગી સમાચારો પ્રકાશિત કરી લોકોમાં લોકચાહના મેળવનાર બળદેવ ભરવાડ ની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદે પ્રશાંતભાઈ જયસ્વાલ,ખજાનચી તરીકે ડો. ચતુરભાઈ ચરમારી જ્યારે સલાહકાર તરીકે પીઢ પત્રકાર અજયભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી
પત્રકાર સંઘ માં વરણી થયેલ તમામ નવનિયુક્ત હોદેદારોને હળવદના વેપારીઓ,વકીલ એસોસિયન,સામાજિક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા આ પત્રકાર સંઘ ની વરણી વર્ષ ૨૦૨૦/૨૧ સુધી ની રહેશે