કાલે કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા કમળાપૂરથી પ્રસ્થાન કરશે અને સમાપન ઉપલેટા થશે
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાના માર્ગદર્શન હેઠળ ગૌરવ યાત્રા સંદર્ભે આયોજન અંગેની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભા ઈન્ચાર્જ હર્ષદભાઈ દવે, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ યાત્રાની વ્યવસ્થા માટે જુદી જુદી 16 સમિતિ બનાવવામાં આવી છે.
ગુજરાત ગૌરવ યાત્રા રૂટ – 16 ઓકટોબર ચોટીલાથી કમળાપુર બપોરે 1.30 સ્વાગત, પારેવાળા બપોરે 2.00 સ્વાગત, બાખલવડ બપોરે 2.30 સ્વાગત, જસદણ બપોરે 3.00 જાહેરસભા, આટકોટ બપોરે 4.30 સ્વાગત, વીરનગર બપોરે 4.45 સ્વાગત, હલેન્ડા સાંજે 5.15 સ્વાગત, ખારચિયા સાંજે 5.30 સ્વાગત, સરધાર સાંજે 6.00 કલાકે સભા તથા રાત્રી રોકાણ તેમજ ગુજરાત ગૌરવ યાત્રા રૂટ – બીજા દિવસે 17 ઓકટોબર સરધારથી ચિત્રાવાવ સવારે 9.15, ચિત્રાવાવ સવારે 9.30 સ્વાગત, ભાડવા સવારે 10.00 સ્વાગત, કોટડાસાંગાણી સવારે 10.30 સ્વાગત તેમજ સભા, ખરેડા સવારે 11.00 સ્વાગત, ગોંડલ બપોરે 11.30 સ્વાગત તેમજ સભા, વીરપુર બપોરે 2.30 સ્વાગત, પીઠડીયા બપોરે 3.00 સ્વાગત, જેતપુર બપોરે 3.30 સભા, પેઢલા બપોરે 4.45 સ્વાગત, મંડલીકપુર સાંજે 5.00 સ્વાગત, ગુંદાળા સાંજે 5.15 સ્વાગત, ધોરાજી સાંજે 5.30 સ્વાગત તેમજ સભા, સુપેડી સાંજે 6.15 સ્વાગત, ઉપલેટા સાંજે 7.00 કલાકે સભા બાદ સમાપન.
ભાજપ ગૌરવ યાત્રાને અનુલક્ષીને આયોજિત આ બેઠકમાં ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકરો અને વિવિધ ઈન્ચાર્જને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. પ્રમુખ, મહામંત્રી અને વિવિધ ઇન્ચાર્જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ રાજકોટ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળ જણાવે છે.