ગુજરાત માલધારી સેનાનું ચોટીલા મામલતદારને આવેદન

રાજયનાં ચોટીલા સહિત તમામ તાલુકાઓમાં ગૌચરની જમીનો પર ભૂ-માફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવે છે. જેના લીધેપશુપાલકોની હાલત કફોડી બની છે. ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં વધારો થયો છે. જેથી પશુપાલકો ત્રસ્ત થયા છે. ત્યારે ગુજરાત માલધારી સેનાએ ચોટીલા મામલતદાર સહિત રાજયનાં તમામ તાલુકાઓમાં આવેદન આપી પોતાની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી છે. પોતાની માંગણીઓ પર તાત્કાલીક પગલા ભરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજયવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તેઓની માંગણી મુજબ દરેક તાલુકે મામલતદારની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે, તાલુકા લેવલે જે સેલ બનાવવામાં આવે તેમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે, સેલ દ્વારા તાલુકામાં સર્વે કરી તેની જાણકારી મામલતદારને આપવા, દરેક ગામમાં પશુ ગણતરી, પાંચ ગામ વચ્ચે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવા સહિતની માંગ આવેદનમાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.