વીજ કચેરી દ્વારા યોજાયેલા માફી મેળા માં 216 ગ્રાહકો ના રૂ.34.32 લાખ ની રકમ ની માફી
ચોટીલા વીજ કચેરી દ્વારા માફી મેળા નું આયોજન થયું હતું જેમાં તાલુકા ના ગામો ના 216 વીજ ગ્રાહકો ની વિવિધ પ્રકારે બાકી રહેતી રૂ.34.32 લાખ ની રકમ માફ કરવામાં આવી હતી.
ચોટીલા ની વીજ કચેરી દ્વારા યોજાયેલા આ માફી મેળા માં ચોટીલા તાલુકા ના મોકાસર , રેશમિયા ,સાંગાણી , પિયાવા , ગુંદા સહિત અનેક ચોટીલા તાલુકા ના અનેક ગામો ના વીજ ગ્રાહકો હાજર રહ્યાં હતાં અને તેમની વીજ બીલ સહિત ની વિવિધ પ્રકારની બાકી રકમ માફ થતાં ખશખુશાલ નજરે જોવા મળ્યાં હતાં.
ગુજરાત સરકારે થોડા સમય પહેલાં મા સમગ્ર રાજ્ય ના ગામડાંઓ ના વીજ ગ્રાહકો ના ચેકીંગ સમયે વીજ ચોરી માં થયેલ હજજારો રૂ.દંડ, કાપી નાંખવામાં આવેલ કનેકશનો કનેક્શનો,વીજ ચોરી મા થયેલ દંડ સહિત ની વિવિધ પ્રકાર ની વીજ ગ્રાહકો ને ભરવાની થતી રકમ માફ કરવા ખાસ યોજના શરૂ કરી છે ત્યારે ચોટીલા માં પણ તાલુકા ના ગામડાંઓ ના વીજ ગ્રાહકો ના બીલો માફ કરવામાં આવ્યાં હતાં.
જ્યારે અનેક ખેડૂતો તથા ગામડાંઓ ના વીજ ગ્રાહકો તેમના વિવિધ બાકી બીલ માફ થતાં ખુબ જ હર્માષ ની લાગણી અનુભવતા હતાં. આ માફી મેળા માં ચોટીલા ની પીજીવીસીએલ કચેરી ના દુધરેજીયા તથા કચેરી અન્ય કર્મચારી ભાઇઓ એ હાજરી આપી હતી.