ગીરનારની ધારા પર નમ્રમુનિ મ.સા.ના સાનિધ્ય પર્વધિરાજ પર્યુંષણ મહાપર્વની ઉજવણી કરતા હજારો ભાવિકો
ગિરનારની ભૂમિ પર નવનિર્મિત પારસધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમગ્ર ચાતુર્માસની ઉદારહૃદયા અવંતીભાઈ કાંકરીયા પરિવારની અનુમોદનાના સહયોગે આ પર્વાધિરાજ પર્વની આરાધના કરવા દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને પર્વના બીજો દિવસે આત્મ કલ્યાણનો સાર પામી ધન્ય બન્યાં હતાં.
ગિરનાર ની ગોદમાં વહેલી સવારના સમયે આત્મવિશુદ્ધિના પ્રયોગ સ્વરૂપ ’ઇનર ક્લિનિંગ કોર્ષ’ અંતર્ગત વિશિષ્ટ પ્રકારની ધ્યાન સાધના દ્વારા ભાવિકોને સેલ્ફ-કમાંડથી દોષમુક્તિ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નેમ દરબારના વિશાળ પ્રાંગણમાં હજારો ભાવિકોના હૃદય ભક્તિભાવના સાથે થયેલાં પર્વાધિરાજ પર્વના પ્રાર્થનીય ભાવોથી મંગલ વધામણા બાદ, શ્રી ઉવસ્સગ્ગહરં સ્તોત્રના ગુંજારવથી ભવ્ય જીવોને પ્રતિબોધન કરતાં પરમ ગ કે, જૈનત્વને વાસ્તવિક્તામાં ખિલવનારા, જૈનધર્મના શ્વાસસમ સહનશીલતાના ગુણને સ્વીકારવાની એના જ પર્યુષણ સાર્થક બનતા હોય છે અને એની જ મોક્ષ યાત્રા આગળ વધતી હોય છે. પરમાત્મા સગાઈ કરી એની જ મોક્ષ યાત્રા આગળ વધી છે. સહન 1/3 કરવું અને સ્વીકાર ભાવ સાથે સહનશીલ બનવું હોય, સહન કરવામાં લાચારી હોય પરંતુ સહનશીલતામાં સ્વીકાર ભાવ હોય. જે સહનશીલ બનીને થોડુંક પણ સહન કરે છે એના અનંત કર્મો ક્ષય થઈ જતાં હોય છે. નમ્રમુનિ મહારાજ સાહેબએ જણાવ્યું હતુ કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો ઉત્સવ !
આજે બધાંને સાચા દિલથી ક્ષમા આપી, બની જાવ ક્ષમાનુપ્રિય ! ગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, ક્ષમા માંગવી એ તો રાગ હોય, અણગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, સાચા દિલથી માફી માંગવી એ સાચી ક્ષમાપના હોય!
માપી માપીને ક્યારેય માફી ન હોય, માફી તો દિલની ક્ષમાને માણતા માણતા હૈયાની હળવાશને અનુભવતા, હસતા ચહેરે અને રડતી આંખે હોય !
જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય, તો હસતાં હસતાં ક્ષમાપના કરવી, સ્વયંની ભૂલ હોય તો રડતાં રડતાં ક્ષમાપના કરવી અને જો બંનેની ભૂલ હોય તો નમતા નમતા, ઝૂકતાં ઝૂકતાં ક્ષમાપના કરવી.
ઉત્કૃષ્ટ ભાવે કરેલી ક્ષમાપનાથી કર્મોનો ક્ષય થતો જાય અને આત્મા હળવો થતો જાય છે. પરંતુ ક્ષમાપના પણ અલગ અલગ પ્રકારની હોય.
સંબંધો અને વ્યવહાર સાચવવા માટે થતી ક્ષમાપના ફહહજ્ઞાફવિું દવા જેવી હોય, પર્યુષણ પર્વને સાચવવા માટે થતી ક્ષમાપના આયુર્વેદિક દવા જેવી હોય અને પોતાની એક એક ભૂલોને યાદ કરી, હૃદયની ભીનાશ અને વહેતા આંસુ સાથે, દિલથી થતી ક્ષમાપના ક્ષફિીંજ્ઞિાફવિું જેવી હોય.
પરંપરામાં આવે છે, નાના હોય એમણે પોતાનાથી મોટાને ખમાવવા જવાનું હોય અને મોટા પણ વેટ કરતાં હોય કે, નાના ખમાવવા આવે, પણ તમે એ પરંપરાને ચેન્જ કરી દો, તમે તમારાથી જેટલાં નાના હોય, તે બધાંને ત્યાં સામેથી ખમાવવા જાવ. તમે જેટલાં વહેલા બધાંને ખમાવશો એટલાં વહેલાં તમે હળવા થઈ જશો અને તમે બીજા મને ખમાવવા આવે એની જેટલી ૂફશિં કરશો, એટલું તમારા કર્મોનું ૂયશલવિં વધતું જશે. બીજાની ભૂલોને ભૂલતાં શીખી જાવ. જે બીજાની ભૂલોને ભૂલતાં નથી, જગત તેને ભૂલી જાય છે. ચંડકૌશિક સર્પે ભગવાન મહાવીરને ડંખ માર્યો, ભગવાન એ ભૂલી ગયાં અને એના ઉપર પ્રેમ વરસાવ્યો એટલે આજે 2600 વર્ષ પછી પણ જગત પ્રભુને યાદ કરે છે. ભૂલના બીજમાંથી જ દ્વેષના, ગુસ્સાના, અણગમાના રિીશતિં આવતા હોય છે. કહી દો આજે એ બધાંને કે, ભૂલ તારી હતી કે ભૂલ મારી હતી, મારે બધી ભૂલોને ભૂલી જવી છે. મારે મારી ાફતિં ની બધી યાદોને, બધી ઘટનાઓને, બધી સ્મૃતિઓને આજે અપ્પાણં વોસિરામિ કરી દેવા છે. કારણ કે, જે ભૂલે છે, તે જ ખાલી થાય છે અને એ ખાલી થયેલાં હૃદયમાં ખુશી અને આનંદ ભરાય છે.
તા. 12/09/2023- 19/09/2023 – 8 દિવસ સુધી ચાલનારા આ મહાપર્વ અંતર્ગત પરમ ગુરુદેવના સાંનિઘ્ને દરરોજ સવારના 7:15 થી 8:15 કલાક દરમિયાન ’ઇનર ક્લિનિંગ કોર્ષ’, દરરોજ સવારે 09:00 કલાકે બોધ પ્રવચન તેમજ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત પ્રેરણાત્મક નાટિકાઓની પ્રસ્તુતિ કરવામાં આવશે. સાંજના 04:00 થી 05:00 કલાકે બાલ પર્યુષણની સાથે 06:45 કલાકે પ્રતિક્રમણ આરાધનાના આયોજન બાદ રાત્રિના 08:00 થી 08:30 કલાકે યુથ પર્યુષણ તેમજ 08:30 કલાકે “માય સંસ્કૃતિ- માય આઈડેન્ટિટી” વિષયલક્ષી પ્રવચનમાળા યોજાશે. ઉપરાંતમાં 16/09/2023 શનિવારના દિવસે ભગવાન મહાવીર જન્મોત્સવ, 17/09/2023 રવિવારે “વલ્ર્ડ નવકાર ડે” અંતર્ગત પાંચ કરોડ નમસ્કાર મહામંત્ર સાધના તેમજ બપોરના સમયે બાલ આલોચના વિધિ યોજાશે. પર્વના અંતિમ દિવસે તા.19/09/2023 બપોરે આલોચના વિધિ તેમજ સાંજના સમયે સંવતારી પ્રતિક્રમણ આરાધનાનું આયોજન થશે.