આમ આદમી પાર્ટીનું જિલ્લા કલેકટરને આવેદન
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટર મારફત સરકારને આવેદન પાઠવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો કેશવજી કે. પરમાર, સાગરભાઇ સરવૈયા, પ્રવીણાબેન ચૌહાણ, તેજસભાઇ ગાજીપરા, સી.એસ. વિઠલાપરા વગેરેએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે સમગ્ર દેશ સહિત ગુજરાતની પ્રજા કોરોના મહામારીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઇ રહી છે. આર્થિક સમસ્યા આમાની સૌથી મુખ્ય અને ગંભીર સમસ્યા છે આજે તમામ લોકોના ધંધા રોજગાર ભાંગી પડયા છે. લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવાનો પૈસા પણ નથી એવી પરિસ્થિતિમાં ખાનગી શાળાની ફી તો વાલીઓ બિચારા કેવી રીતે ભરી શકે? આ નવા શૈક્ષણિક ૨૦૨૦-૨૧ માં તમામ ખાનગી શાળાઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓની આખા વર્ષની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે તેમજ બે વર્ષ સુધી કોઇપણ પ્રકારના ફી વધારા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.
એફઆરપી મુજબ તમામ ખાનગી શાળા કોલેજોને જરુરી નિભાવ ખર્ચ ગ્રાંટ રૂપે સરકાર દ્વારા ચુકવવામાં આવે અને માનવતાના ધોરણે તમામ ખાનગી શાળા-કોલેજો આ વર્ષનો નફો જતો કરે અને તમામ કર્મચારીઓને સંપૂર્ણ વેતન પણ આપે એજો સરકાર દ્વારા કવરામાં આવે તેવી રજુઆત કરાઇ છે.
આમ આદર્મી પાર્ટી, ગુજરાત આવનારા સમયમાં ગાંધી ચિંઘ્યા માર્ગે જન આંદોલન શરુ કરશે તેમ આપે આવેદનમાં જણાવ્યું છે.