સીંગલનું સ્ટેટસ ધરાવતા ઉપભોગતા માટે ફેસબુક ડેટીંગ સર્વિસ લોન્ચ કરશે: વોટ્સએપમાં ગ્રુપ વીડિયો કોલ અને નવા સ્ટીકર્સની સુવિધા
ફેસબુક વિનામુલ્યે સેવા આપવાના ઓઠા હેઠળ ધોમ કમાણી કરતી કંપની છે. જયારે હવે ધંધો આગળ વધારવાના અભરખામાં ફેસબુકે સ્વતંત્ર્તા અને સ્વછંદતા વચ્ચેનો ભેદ ભુલ્યો છે. હવે ફેસબુક ડેટીંગ એપ્લીકેશન તરફ આગળ વધી રહયું છે. અત્યાર સુધી પારિવારિક રીતે ફેસબુકનો ઉપયોગ ઈ શકતો હતો. પરંતુ ફેસબુકમાં છેતરપિંડીના કિસ્સા તો વધ્યા જ છે ત્યારે હવે ડેટીંગ એપ્લીકેશન પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે જે ફેસબુકની સર્વિસ ઉપર વધુ જોખમ ઉભુ કરી શકે છે.
કેમ્બ્રિજ એનાલીટીકાના ડેટા શેરીંગ કૌભાંડ બાદ ફેસબુક ઉપરની વિશ્ર્વસનીયતા ઉપર ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક લોકો પોતાના ફેસબુકમાંથી ડિલીટ કરી રહ્યાં છે. અમેરિકા અને યુકેમાં આ પ્રમાણ વધુ છે. ત્યારે ફેસબુક વધુ કમાણી કરવા માટે ડેટીંગ એપ્લીકેશન બજારમાં ઉતારવાની તૈયારીમાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વના ૨૦ કરોડ લોકોની ફેસબુક પ્રોફાઈલમાં હજુ સીંગલનું સ્ટેટસ છે. આ સીંગલ લોકો માટે ફેસબુક ડેટીંગ એપ્લીકેશન શરૂ કરશે. જેના માધ્યમી પણ ફેસબુક ભરપુર કમાણી કરશે. હાલ તો ફેસબુકનું તમામ ધ્યાન ઉપભોગતાની પ્રાયવસી પર ઉપલબ્ધ છે. બીજી તરફ ફેસબુકે પોતાના વોટ્સએપ માટે ગ્રુપ વિડિયો કોલ અને નવા સ્ટીકરની સુવિધા ઉભી કરી છે. હવેી ફેસબુકમાં ર્ડ પાર્ટી પણ ઉપયોગ કરી શકાશે. ઉપરાંત ટૂંક સમયમાં ફેસબુકમાંથી ગ્રુપ વિડિયો કોલીંગ ઈ શકશે તે લોકોને પસંદ આવશે તેવી અપેક્ષા વોટ્સએપને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,