મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ
ભારતના ઉત્થાન માટે અને યુવાનોને જીવન જીવવાની કળા શીખવવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વામી વિવેકાનંદને અને તેમના વિચારોને ભૂલવું એ અધોગતિ સમાન
મહાન દાર્શનિક એવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ છે. કમનસીબે ભારતના ઉત્થાન માટે અને યુવાનોને જીવન જીવવાની કળા શીખવવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વામી વિવેકાનંદ અને તેમના વિચારોને વિસરાય રહ્યા છે.
સ્વામી વિવેકાનંદે ન માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. સ્વામી વિવેકાનંદનું જીવન ખુબ જ સંઘર્ષપૂર્ણ હતું. માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં પોતાના ગુરુથી પ્રેરાઇને સન્યાસી બની ગયા. સ્વામી વિવેકાનંદ જીવનભર સન્યાસી રહ્યા અને પોતાના અંતિમ શ્વાસ સુધી સમાજની ભલાઇ માટે કામ કરતા રહ્યા. સ્વામી વિવેકાનંદનો સંદેશ દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપે છે. આજે તેઓની જન્મ જયંતિ હોય ગઈકાલે ઠેર ઠેર તેમની પ્રતિમાઓને સાફ સફાઈ કરવામાં આવી હતી. જો કે આખું વર્ષ આ પ્રતિમા ધૂળ ખાતી હોય છે. આમ આ મહામાનવને વર્ષે માત્ર એક દિવસ માટે જ યાદ કરવાનો દંભ આજના લોકોમાં જોવા મળી રહ્યો છે.
સ્વામી વિવેકાનંદજીએ ખૂબ નાની ઉંમરમા જ પરિભ્રમણ શરૂ કરીને યુવાનોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. તેઓ ક્યાંય પણ વધુ દિવસનું રોકાણ કરતા ન હતા. તેઓએ માત્ર પોરબંદર ખાતે જ અંદાજે ૩થી ૪ મહિના જેટલું રોકાણ કર્યું હતું. એક વખત અંગ્રેજ મેડમે તેઓની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકતા કહ્યું કે આપણું સંતાન થશે તે કેટલો મહાન હશે. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ પતમે મને જ તમારો દીકરો માની લ્યોનેથ તેવો જવાબ આપીને સૌને સ્તબ્ધ કરી દઇ પોતાની મહાનતાનો પરચો આપ્યો હતો. સ્વામી વિવેકાનંદજીનું જીવન આજના યુવાન માટે પ્રેરણા સમાન છે. તેઓને વર્ષમાં માત્ર એક દિવસ યાદ કરવા કરતાં તમામ દિવસોએ તેમને અને તેમના વિચારોને સાથે રાખવામાં આવે તો દેશનું ભવિષ્ય કઈક અલગ જ હોય.