- મોરબી સ્કાય મોલના ભાગીદારો વચ્ચેનો કલેશ પહોંચ્યો પોલીસ મથકે
- સ્કાય મોલના ભાગીદારો વચ્ચે ભાગ બાબતે માથાકુટ થતા ફરિયાદ નોંધાઈ
મોરબીના સ્કાય મોલનો આંતરિક કલેશ પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ભાગીદારીથી ચાલતા સ્કાય મોલની જય ડેવલોપર્સમાં ભાડાના બે લાખ રૂપિયા હજમ કરી મામલે એક ભાગીદારે અન્ય ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ધવલભાઇ મુકેશભાઇ મહેતા જે મુંબઈનાં રહેવાસી છે. સી-૯૦૨, ન્યુ સર્વોતમ સોસાયટી, ઇરલા એસ.વી.રોડ અંધેરી વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર)વાળાએ આરોપીઓ રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા (રહે. મુંબઇ), હનીશભાઇ અજયભાઇ શાહ( રહે.મુંબઇ), મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા (રહે.મુંબઇ), હેતલબેન હનીશભાઇ શાહ (રહે.મુંબઇ)વાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૭/૪/૨૦૨૨ થી ૬/૭/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન મોરબી શનાળા રોડ સ્કાય મોલની જય ડેવલોપર્સની પેઢીમાં ફરિયાદી ભાગીદાર હતા અને આરોપીઓ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર હતા.
તેઓઆ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હતા જેથી તેઓએ આરોપીની સાથે મળી સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા ૧,૯૩,૬૦૫ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી આરોપીના કહેવાથી સાહેદ નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના નાણા આરોપીની ભાગીદારી પેઢી યુનિક ફુડ ક્રાફટ એલ.એલ.પી.ના ખાતા એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર મોરબીમાં જમા કરાવડાવી ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમા કરાવવાનું કહ્યું હતું.
પૈસા જમા કરાવવાનું અવાર નવાર છતા આ કામના આરોપીઓએ આ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવાટ રહેશે નહી. તેમ કહી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના આરોપીઓએ જય ડેવલોપર્સ પેઢીને આપવાની થતી ભાડાની રકમ ઓળવી જઇ ફરીયાદી તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરેલ હતો.