ડે્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ સહીતની સુવિધા મામલે અવાર નવાર રજુઆતો છતા નિંભર તંત્ર ટસનું મસ ન થયું: ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન ચીમકી
સ્માર્ટ સિટીના દિવાસ્વપ્નમાં રાચતા શાસકો જમીની વાસ્તવિસ્તાથી ઘણાં અળગા છે. વોર્ડ નં.૩ માં અસુવિધાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાનું સાંભળવા પણ તંત્ર તૈયાર નથી.ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ સહીતની સુવિધા મામલે અવાર નવાર રજુઆતો કરાઇ હોવા છતાં યોગ્ય ઉકેલ ન લવાયો હોવાથી હવે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ છે.
અબતક સાથેની ખાસ મુલાકાત દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને ઘણી વખત રજુઆત કરવા છતાં આ નિભંર તંત્રને કોઇગતાગમ નથી. અને મે આવનારા દિવસોની અંદર વોર્ડ નં.૩ ના કોઇપણ પ્રશ્નનો હલ કરવામાં નહી આવે તો કોર્પોરેશને તાળાબંધી અને આંદોલન પણ કરવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનીજની સુવિધાનો અભાવ છે. રોડ રસ્તાનો અભાવ છે. સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે. ઘણા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી છે. પણ આ નિર્ભર તંત્ર સાંભળતું નથી. આવનાર દિવસોની અંદર લોકોને સાથે રાખી ગાંધીગીરી પણ કરવામાં આવશે.
આ વિષય પર વોર્ડ નં.૩ ના પંડયાભાઇનું કહેવું છે કે ટિપરવાનના આવવાના સમયનું નકકી હોતું નથી. વોકરાની પણ કોઇ જાતની સફાઇ કરવામાં આવતી નથી. તેમજ ચોમાસુ આવનાર છે. ત્યારે ગંદકીની સમસ્યાનો સામનો કરવો મુશ્કેલ છે.
કોંગ્રેસના કોર્પોરેટર દીલીપ આસવાણી ના કહેવા પ્રમાણે રોડ, રસ્તા, લાઇટ, ગટરો જેવી પ્રાથમીક સુવિધાથી પણ લોકો વંચીત રહી જાય છે. કોર્પોરેટરની ગ્રાન્ટના કામો પણ અટકાવી દેવામાં આવે છે. પ્રજા ત્રસ્ત છે. ગાંધીગીરીના માર્ગે જઇ અને કમિશ્નરને ઉલ્ટા ચશ્માના કાર્યક્રમનું આમંત્રણ અપાયું હતું. આવેદન પત્ર આપી પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે બોલાવ્યા હતા પણ તેના બદલે ડેપ્યુટી કમિશ્નરને આવેદન આપી દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. નહીંતર ઘેરાવ કરવામાં આવે છે.
કોંગ્રેસના પ્રમુખશ્રી ગૌરવ પુજારાના પ્રમાણે મુખ્ય માર્ગોની હાલત ખુબ જ ખરાબ છે રોડ રસ્તાઓ સ્વીમીંગ પુલ જેવા જણાય છે. આવાસ યોજના એ ભીખમાં દીધેલા હોય તેવું જણાય છે મેયરશ્રીએ વિકાસના કામો પર ઘ્યાન આપવું જોઇએ.