રોગ પ્રતિકાર શકિત, પેટની સમસ્યા, દાંતોની સારવાર માટે ઓલ ઇન વન સોલ્યુશન

દાદીમાના નુસખાઓ હંમેશા લાભદાયી હોય છે. પરંતુ આજની ફાસ્ટ એન્ડ ફયુરિચયસ લાઇફમાં કયાંક આજે તેનું અસ્તીત્વ ઝાંખુ પડી ગયુ છે. જયાં સુધી દવાઓથી આરામ પહોંચે છે લોકો દેશી ઉપચારને ભૂલી ગયા છે. તેવી જ એક ઔષધી જેઠમધ છે. ભારત સહીત એશિયા ખંડમાં વર્ષોથી જેઠીમધનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને આયુર્વેદમાં ડી.કે. પબ્લિચિંગની હિબિંગ ફ્રુડ બુક પ્રમાણે જેઠીમધ એક એવું અમૃત છે જે એન્ટીસેપ્ટીક છે લીવરને સ્વસ્થ્ય રાખે છે તેમજ પેટના દુખાવાથી પણ રાહત અપાવે છે. અને લો બ્લડ પ્રેશન માટે પણ મદદરુપ છે.

શ્વાસો શ્વાસની પ્રકિયાને સુધારો

જેઠીમધને ચાવવું એક દેશી પઘ્ધતિ છે. જેનાથી ગળુ ચોખ્ખુ થાય છે. તેનાથી કફ- શરદીની તકલીફોથી પણ રાહત મળે છે. આસ્થામાં માટે તમે આદુ તેમજ જેઠીમધની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

રોગ પ્રતિકારક શકિત વધારો

જેઠીમધનો રોજ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો થયો છે. તેમજ પ્રદુષણથી થતી એલર્જી સામે પણ રક્ષણ આપે છે. ગુણકારી જેઠીમધ તમારા સ્વસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબીત થશે.

પાચક ક્રિયા વધારો

જેઠીમધ કાર્બેનોક્ષબોનથી ભરપુર છે. માટે કબજીયાત તેમજ પેટની તકલીફ એસીડીટી જેવી મુસીબતોથી છુટકારો મેળવવામાં ખુબ જ ઉપયોગી છે.

ચામડીના રોગોનું નિવારણ કરશે

હેલ્થી તેમજ ગ્લોઇગ સ્કીન માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. ગુલાબ જળમાં જેઠીમધનો પાવડર નાખી ચહેરા પર લગાડવાથી તમને ડાઘ ધબ્બામાંથી ચોકકસ રાહત મળશે.

મેનોપોસલને સરળ બનાવશે

જેઠીમધમાં રહેલા રસાયણિક તત્વો શરીરના હોમોનને બેલેન્સ કરવામાં મદદરુપ થશે તેમજ ડીપ્રેશન મુડ જેવી તકલીફોથી રાહત અપાવશે.

અન્ય ઉપયોગ: જેઠીમધનો ઉપયોગ તમે તેને પલાડી રાખી તેની ચા બનાવીને કરી શકો, આ ચા દાંતો માટે પણ ખુબ જ સારો ઉપાય છે. આ ફુલ ટીને તમે આદુ નાખીને પણ પી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.