જય વિરાણી, કેશોદ
ઉર્જા સ્ત્રોતોનો ઉપલબ્ધ પુરવઠો અને વધતી માંગને કારણે આજે દેશમાં ઉભી થયેલી ઉર્જાની કટોકટી જોતા પૂ.ગાંધીજી નું વાક્ય યાદ આવે છે: ‘‘Earth provides enough to satisfy every man’s need,but not for man’s greed.’’ સમગ્રપૃથ્વી પર કુદરતે જરૂરિયાત મુજબ સુવ્યવસ્થિત સુચારુ આયોજન કરી સુંદર અને સમતોલ પર્યાવરણ આપ્યું છે પણ માનવીની વધતી જતી સ્વાર્થવૃત્તિ અને લોભને કારણે તેમાં અસમતોલન થયું છે. તેથી વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર થાય તે જરૂરી છે. ત્યારે આજ રોજ કેશોદમાં 72મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કેશોદ વન વિભાગ દ્વારા આજે નાગબાઈ માતાજીના મંદિરમાં 72મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ મંદિરના વિશાળ પટાગંણ મા ઘારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, તાલુકા પ્રમુખ પરબતભાઈ પીઠીયા,બાઘકામ સમિતી જીલ્લા પંચાયત ચેરમેન અતુલભાઈ ઘોડાસરા તથા ભરતભાઈ વડારીયા, નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલિયા આર.એફ.ઓ ગુલાબબેન સુહાગીયા,ડીવાય.એસ પી. જે.બી ગઢવી સાહેબ દ્વારા વનમહોત્સવ મા 400 વુક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું.
આ તકે લોકોમા વન છે તો જીવન છે તેવી જાગરૂતા માટે લીલી ઝંડી ફરકાવી વૃક્ષરથને વિતરણ માટે રવાના કરવામા આવેલ હતો. અહિયાં ક્ષત્રિય સમાજના ટ્રસ્ટીઓ અને યુવાનો દ્વારા આ વુક્ષો ઉછેર કરવાની જવાબદારી લેવામા આવી. આ કાર્યક્રમનુ સંચાલન નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના અભય વ્યાસ દ્વારા કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુલાબબેન સુહાગીયા દ્વારા કરવામાં આવેલ આગામી દિવસોમાં કેશોદ ખાતે જીલ્લા કક્ષાનો વનમહોત્સવ નુ આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવા મા આવી હતી.