પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા મવડી હેડ કવાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા વૃક્ષારોપણ કરી મહોત્સવની ઉજવણી કરાઈ
સમગ્ર ગુજરાતમાં રાજ્યકક્ષા ના વન મહિત્સવ ની ઉજવણી કરાઈ રહી છે. રાજ્યસરકાર દ્વારા ગ્રીન એન્ડ ક્લીન ગુજરાત બનાવવા પ્રયત્નો હાથ ધરાયા છે જેના ભાગરૂપે દરેક જિલ્લા – તાલુકા કક્ષાએ વૃક્ષારોપણ કરાઈ રહ્યું છે અને ગ્રીન ગુજરાત ના સ્વપ્ન ને સાકાર કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજકોટ શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે આજે સવારે રાજ્યકક્ષાના વન મહોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સેની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેડ કવાર્ટર ખાતે વૃક્ષારોપણ કરી વન મહોત્સવ ૨૦૧૯ની ઉજવણી કરવામાં આવી હતી. સરકારના ગ્રીન અને કલીન ગુજરાત બનાવવાના પ્રયાસોને આગળ ધપાવવા તા સરકારના ગ્રીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસો હા ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન હેડ કવાર્ટર તેમજ શહેરના તમામ પોલીસ સ્ટેશનો ખાતે ૨૦૦૦ી વધુનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ રાજ્યકક્ષા ના વન મહોત્સવ ૨૦૧૯ ની ઉજવણી કરાઈ હતી. મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અને રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. આ તકે રાજકોટ ગ્રામ્ય પોલિસ ના આશરે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ૧૦૦ જેટલા જાહેર નાગરિકો દ્વારા મવડી હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. ગ્રીન ગુજરાતના ઉદેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમ માં આશરે ૧ હજાર થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્ય ગ્રામ્ય પોલિસ દ્વારા નક્કી કરાયો છે જેના માટે હાલ ગ્રામ્ય પોલીસ ગત ૨ દિવસો થી વૃક્ષો નું વાવેતર કરી રહી છે. આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકાર ની સૂચના મુજબ અને રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે ઘનિષ્ઠ વૃક્ષારોપણ પોલીસ ના મિત્રો દ્વારા હાથ ધરાયો છે અને હરિયાળા ગુજરાત માટે પ્રયત્ન કરાયો છે. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કરાયું છે જેના ભાગરુપે આજે પોલીસ કર્મચારીઓ, આમ નાગરિક અને વિદ્યાર્થીઓ ને સાથે રાખીને વૃક્ષારોપણ શરૂ કરાયું છે. હાલ ગ્રામ્ય વિસ્તાર ના તમામ પોલીસ સ્ટેશનો માં વૃક્ષારોપણ શરૂ કરી દેવાયુ છે, જિલ્લા કક્ષાએ ૪ હજાર જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ નક્કી કરાયો છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે ઘટેશ્વર ખાતે આવેલ એસઆરપી કેમ્પ ખાતે ૩૫૦૦ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે જે પૈકી ગત ૨ દિવસ માં ૨૫૦૦ જેટલા વૃક્ષો વાવી દેવાયા છે અને હજુ આગામી ૨ દિવસ માં ૧૫૦૦ જેટલા વૃક્ષો વાવીને લક્ષ્યાંક થી પણ વધુ વૃક્ષો વાવવાના છીએ.
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે તમામ પોલીસ મથકે સૂચના આપી છે જેથી વધુ માં વધુ વૃક્ષો ની વાવણી થાય અને ખાસ મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે મિયા વાંકી વન જાપાનીઝ ટેકનોલોજી ના માધ્યમ થી આશરે ૨૦ થી ૩૦ ફુટ ની જગ્યામાં ૪૦૦ જેટલા વૃક્ષો વાવીને વન બનાવાશે જે આગામી ૨ થી ૩ દિવસો માં તૈયાર થઈ જશે.