જંગલ વિસ્તારને ચેકડેમો અને તળાવો ઊંડા કર્યા હતા તો પ્રજા અને પ્રાણી માટે પાણીની અછત ઉભી ન થાત
પરીક્રમામા આવતી સામાન્ય પ્રજા માટે વન્યજીવો, પ્લાસ્ટિક મુકત
જંગલ જેવી બાબતોની કથા કરતા વન વિભાગને આત્મ મંથનની જરૂ
જુનાગઢ ગીરનારી લીલી પરીક્રમાને લઇ પરંપરાગત પરીક્રમા થાય તે માટે જ્ઞાતિ, સમાજ, ટ્રસ્ટો ના ઉતારા મંડળ તેમજ અખંડ ભારત સંઘ દ્વારા વરસો વરસ વન વિભાગને તેમજ જરુરી અધિકારીઓને સુચન અપાઇ છે. આ મંડળ દ્વારા વર્ષ દરમિયાન દરેક માસની સુદ એકાદશીએ ગીરનારની આસ્થાથી પરીક્રમા કરવાની શરુઆત કરાઇ હતી જેમાં આ વાતને સરકારમાંથી સમર્થન મળી જવા છતાં વન વિભાગ વિલનની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સાથે પરંપરાગત રીતે ગિરનારની પરિક્રમાનું મહાત્મય કારતક સુદ એકાદશીથી હોય છે.
છતાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ કોઈપણને વિશ્ર્વાસમાં લીધા પહેલા અગાઉથી ગેઈટ ખોલી નખાતા પરંપરા તોડવામાં પણ વન વિભાગે મોટો ભાગ ભજવ્યો હોવાનો આક્રોશ ભાવેશ વેકરીયાએ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત જળાશયો ઉંડા ઉતારવાના રાજ્ય સરકારના સૂચનનો પણ ઉલાળ્યો કરી જંગલ વિસ્તારમાં કૃત્રિમ પાણીની અછત પેદા થાય તેવા સંજોગોને જાણી જોઈને વન વિભાગ દ્વારા નિર્માણ કરાતું હોય તેવું તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ અંગે વિસ્તૃતમાં પરંપરાગત યોજાતી ગિરનારની લીલી પરીક્રમા વન વિભાગના મનસ્વી વલણના કારણે વરસોથી ચાલી આવતી પરંપરા તુટી રહી હોવાનો આક્ષેપ અખંડ ભારત સંઘ તેમજ જ્ઞાતી સમાજ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ કર્યો છે તેમણે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પરંપરાગત કાર્તીક સુદ એકાદશીથી શરૂ થતી પરીક્રમા માટે અગાઉથી વન-વિસ્તારના ગેઈટ કોઈપણને વિશ્ર્વાસમાં લીધા વગર ખોલી દેવાતા વર્ષોથી ચાલી આવતી પરિક્રમા વન વિભાગના કારણે તૂટી રહી છે. એક તરફ ગિરનાર જંગલને અભ્યારણ ગણાવીએ છીએ ત્યારે આ પરીક્રમા માટે સ્થાનિક સાધુ-સંતો, પોલીસ, કલેકટર કે સંસ્થાઓને વિશ્ર્વાસમાં લીધા વગર જંગલ વિસ્તારના ગેઈટ કોના આદેશથી વહેલા ખોલવામાં આવ્યા તે અંગેનો વેધક સવાલ તેમણે ઉછાળ્યો છે.
વન વિસ્તારમાં લોકજાગૃતિ માટે જે બેનરો લગાવાઈ છે. પ્લાસ્ટીકનો કચરો કરનારને ૨૫૦૦૦નો દંડથી જાહેરાતો પણ આ બેનરોમાં થાય છે. ત્યારે જંગલ વિસ્તારને ખુબ મોટુ નુકશાન કરતા તેમના જ અધિકારીઓ અને કર્મચારીઓની પુષ્કળ ક્ષતિઓ અવાર-નવાર પ્રકાશમાં આવે છે ત્યારે તેમના સામે આજ દિવસ સુધી કોઈ પગલા ભરાયા હોવાનું બહાર આવ્યું નથી.
આવા બેનરો ફકત ૫૦૦ કે ૧૦૦૦ રૂપરડી ખીસ્સામાં લઈ પરીક્રમામાં આવતી પ્રજાને કરાવવા માટે જ લગાવાઈ છે ? આ સવાલ સાથે પરીક્રમમાં કાયદો ફકત ગરીબ પ્રજાને લાગુ પડે છે ? વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કે તેની સાથે સંકળાયેલા તવંગરોને લાગુ નથી પડતો. આ ઉપરાંત રાજ્ય સરકારે ઉનાળા દરમિયાન જળાશયોને ઉંડા ઉતારી પાણીનો વધુ બચાવ કરી શકાય તેવા સરકારના પ્રયાસોનો પણ આ વિભાગે ઉલાળીયો કરી એકપણ જળાશય કે ચેકડેમ ઉંડા ઉતારી એક તબકકે કૃત્રિમ પાણીની અછત પેદા થાય તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો. પરીક્રમાંથીઓ માટે સંસ્થાઓ તેમજ અન્ન ક્ષેત્રોવાળા જે વ્યવસ્થા કરવા જઈ રહ્યાં છે. તેમણે લાઈનમાં ઉભા રાખી દબડાવી તેમના વાહનોની પરમીટ સમયસર ન આપી તેમને રીતસર હેરાન કરાઈ રહ્યાં છે.
જ્યારે બીજી તરફ મનસ્વી નિર્ણયો લઈ યેનકેન પ્રકારે પરીક્રમા બંધ થાય તેવી પેરવી કરાઈ રહી છેે પરંતુ ગિરનારી મહારાજની દયાથી દર વર્ષે પરીક્રમાર્ંથીઓની સંખ્યા હેરાનગતીના કારણે ઘટવાને બદલે વધી રહી છે. દર મહિનાની સુદ એકાદશીએ પરીક્રમા કરી હિંદુ સંસ્કૃતિના આધાર સ્તંભ એવા તેર સાધુ સમાજના અખાડાઓને આ પરીક્રમાનું પુણ્ય અર્પણ કરવાની વાતને સરકારે સમર્થન આપી દીધું હોવા છતાં સરકારના પત્રોને પણ ઘોળીને પી જનાર આ વિભાગ સામે આગામી સમયમાં લડતના મંડાણ થશે તેવું તેમણે યાદી સાથષ મૌખીક વાતચીતના અંતમાં જણાવ્યું હતું.