વન વિભાગના અધિકારી એમ.એમ. મુનીનું મુનીમ ખાતુ નબળુ: હજારો હેકટર જમીનના ઉગતા ઘાંસનો સ્ટોક મળતો નથી
રાજય સરકાર દ્વારા ગૌહત્યા સામે કડક કાયદો ઘડવામાં આવ્યો છે. આ ઉપરાંત ગૌવંશની રક્ષા માટે કેટલીક સ્વૈચ્છીક સંસઓ અભિયાન ચલાવે છે. જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષકો પોતાની ક્ષમતા અનુસાર ગૌવંશને બચાવવા માટે પ્રયાસો કરે છે. પરંતુ આ પ્રયાસો માત્ર એક તરફી હોય તેવું લાગી રહ્યું છે. ગૌવંશને બચાવવા જેટલા પ્રયાસો સંસઓ-મહાજનો કરી રહ્યાં છે તેટલા પ્રયાસો સરકાર તરફી વા જોઈએ. હાલ ગૌવંશની રક્ષા માટેની વાતો સરકાર કરે છે પરંતુ આ ખોખલી વાતોનો છેદ ઘાંસચારા મામલે જંગલખાતાના હિસાબોમાં લોચાી જ ઉડી જાય છે.
રાજયમાં ઘાંસચારાના ઉત્પાદન અને તેની સાચવણી માટે વન વિભાગ દ્વારા લેવાતી તકેદારી મામલે ‘અબતક’ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં માલુમ યું હતું કે, જંગલખાતા દ્વારા ઘાંસના ઉત્પાદન અને સાચવણી મામલે ઘણા સમયી મોટાપાયે ગોલમાલ કરવામાં આવી રહી છે. હિસાબમાં વિસંગતતા જોવા મળી છે. પરિણામે ગૌવંશ સુધી પુરતા પ્રમાણમાં ઘાંસ પહોંચતુ ની. આંકડા મુજબ હાલ રાજકોટ જિલ્લામાં ૧૨૨ વીડી છે. જેમાં ૧૮ વીડી અનામત રાખવામાં આવી છે. જયારે અન્ય ૧૦૮ વીડી બિન અનામત છે. અનામત વીડીમાં વીડી દીઠ સરેરાશ એક લાખ કિલો ઘાંસનું ઉત્પાદન ાય છે. એક કિલો ઘાસ એકત્રીકરણ તેમજ અન્ય પ્રોસેસ કરવા માટે રૂ.૬.૮૦ નો ખર્ચ થાય છે. વીડી કુલ ૧૨૮૫૬ હેકટરમાં છે. છતાં પણ જિલ્લાના ગૌવંશ માટે જરૂરી ઘાંસ મળતુ ની તે આશ્ર્ચર્યજનક બાબત છે.
ઘાંસ સાચવવા માટે વનવિભાગ પાસે ૨૭ ગોડાઉન છે છતાં પણ ઘાંસ ફાળવવામાં રખાતી બેદરકારીના પાપે આ ઘાંસનો વ્યય ાય છે. લાખો કિલો ઘાસ ગૌવંશ સુધી પહોંચતુ ની. વન વિભાગ દ્વારા આવડી મોટી કામગીરીનો કોઈ હિસાબ ની. એક રીતે વન વિભાગના અધિકારી એમ.એમ. મુનીનું મુનીમ ખાતુ નિંભર જણાય રહ્યું છે. હજારો હેકટર જમીન હોવા છતાં ઘાંસ ગૌવંશ માટે પુરતુ મળતુ કેમ ની તે મોટો પ્રશ્ર્ન છે. આ મામલે ભેદી મૌન સેવવામાં આવી રહ્યું છે.