- આ વર્ષે 201 હેક્ટરમાં અંદાજીત 194000 વૃક્ષોનું વાવેતર કરશે
ગીર સોમનાથ વનવિભાગ દ્વારા વર્ષ 2021-2022માં 262 હેક્ટરમાં 256000થી વધુ અને વર્ષ 2022 -23માં 202 હેકટરમાં 197000થી વધુ વૃક્ષોનુ વાવેતર કરાયું જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, રાયણ, ગુંદા, આમળા, બોરસલી, ગરમાળો, તેમજ માનવેલ, કાંઠી, બોર, અરીઠા, બીલી, કદમ, કરંજ, કણજી, ખાખરો, કરમદા, સીતાફળ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ વર્ષ 2023-24ના ચોમાસા દરમિયાન 201 હેક્ટરમાં 194000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
વન વિભાગની છ નર્સરીઓ દ્વારા વર્ષ 2021-2022માં અંદાજીત 760000થી વધુ અને વર્ષ 2022-23માં અંદાજીત 640000થી વધુ રોપાનુ વિતરણ કરવામાં આવ્યુ છે.અને વર્ષ 2023-24 દરમિયાન વરસાદ થયેથી અંદાજિત 6 લાખથી વધુ રોપાનુ વિતરણ કરવામાં આવશે
આ સાથે વનવિભાગ લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે કિશાન શિબિરનું આયોજન કરે છે જેમાં જિલ્લામાં આ વર્ષે પાંચ શિબિર કરવામાં આવી છે તેમજ વર્ષ દરમિયાન કુલ અંદાજીત 22 શિબિરના માધ્યમથી પર્યાવરણલક્ષી માહિતી આપવામાં આવશે