યુગાન્ડાના ડેલીગેશન સમક્ષ 24 જેટલા એકમોનું પ્રેઝન્ટેશન
સૌરાષ્ટ્ર વેપાર-ઉદ્યોગ મહામંડળ દ્વારા કરવામાં આવેલી મહેમાનગતીની પ્રસંશા કરતું યુગાન્ડા ડેલીગેશન: 12 જેટલા એકમોની રૂબરૂ મુલાકાત તેમજ 18 જેટલા એકમો દ્વારા ટેલીફોનિક સંપર્ક ઉપરાંત વિવિધ ચેમ્બરના પ્રમુખો સાથે ડેલીગેશનની બેઠકો દોર
વિદેશથી પણ સૌરાષ્ટ્રમાં ‘હટાણુ’ કરવા આવે સૌરાષ્ટ્ર વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાના આ શબ્દોને સાર્થક કરતું યુગાન્ડાના બે સાંસદો સહિત 20 ડેલીગેટ્સ હાઇલેવલ બીઝનેશ ડેલીગેશન રાજકોટ ખાતે ખરીદી કરવા આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના નાના-મધ્યમ ઉદ્યોગો અને તેની પ્રોડ્ક્ટસ અંગેનું પ્રેઝન્ટેશન ગઇકાલે રાખવામાં આવ્યું હતું. જેમાં યુગાન્ડાના ડેપ્યૂટી હેડ ઓફ ધી મિશન મહમદ કેઝાલા, સંસદ સભ્ય કયાતુહેર જેકવેલને, સંસદ સભ્ય લૂફાફા નેલ્સન સહિત 20 હાઇલેવલ બિઝનેસ ડેલીગેશન દ્વારા 12 જેટલા એકમોની મુલાકાત કરવામાં આવનાર છે અને 16થી વધુ એકમો સાથે વ્યક્તિગત મીટીંગો કરવામાં આવનાર છે. જ્યારે લોકલ ચેમ્બરોના પ્રમુખો સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઇકાલે યુગાન્ડાના ડેલીગેશન સમક્ષ 24 જેટલા એકમો અને તેની પ્રોડક્ટ અંગેનું પ્રેઝન્ટેશન કર્યું હતું આ પ્રેઝન્ટેશનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતાં.
આફ્રિકાના અનેક દેશો ગુજરાત સૌરાષ્ટ્રમાં કાર્યરત લઘુ ઉદ્યોગ જેવા જ ઉદ્યોગો સ્થાપવા આયોજન કરી રહ્યાં છે. યુગાન્ડા હાઇકમિશ્ર્નર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઇ તેજુરાનો આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો હતો.
યુગાન્ડા હાઇ કમિશ્ર્નર દ્વારા લખવામાં આવેલ તેમની જરૂરીયાતમાં ડેરી અને આઇસ્ક્રીમ પ્લાન્ટ અને મશીનરી, ટોયલેટ અને ટીસ્યૂ પેપર બનાવવાની મશીનરી, મકાઇની મીલ માટે પ્લાન્ટ અને મશીનરી, અનાજ સંગ્રહશક્તિ માટે, પશુ આહાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી, મચ્છીમારીના સાધનોની ખરીદી, ઇરીગેશન સીસ્ટમ, ઘઉં પ્રોસેસીંગ પ્લાન્ટ મશીનરી અને મીલ વગેરે જેવા અનેક ઉદ્યોગો સ્થાપવા તેઓ રસ ધરાવે છે.
સામાન્ય રીતે જોઇએ તો તમામ પ્રકારના લઘુ ઉદ્યોગો માટે ઉપયોગી મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ ડેલીગેશન આવ્યું છે. ઉપરાંત અનેક પ્રકારના અન્ય ઉદ્યોગો માટે તેમને માર્ગદર્શન આપી અને શરૂ કરાવી શકીએ આ વિઝીટનો ઉદ્ેશ અહિંયાથી મશીનરી ખરીદી કરવાનો તેમજ અહિંના ઉદ્યોગો સાથે એગ્રીમેન્ટ કરી તૈયાર માલ ખરીદવા ઉપરાંત મશીનરી પ્લાન્ટ પ્રોજેક્ટ ખરીદવાનો ટેકનોલોજી અને ટ્રેનિંગ તથા કાચો માલ ખરીદવાનો છે.
આ બાબતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઇ તેજુરાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે માત્ર યુગાન્ડા જ નહીં પરંતુ 50 જેટલા દેશોમાંથી સૌરાષ્ટ્રમાં ખરીદી માટે આવે છે અને વિદેશમાંથી આવતા પ્રતિનિધિઓને આપણું કાઠિયાવાડી ભોજન ખૂબ જ ભાવે છે અને તેમાં પણ બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો તે લાખો ભાવથી જમે છે અને હાલ પણ યુગાન્ડાથી આવેલા બે સાંસદો સાથેના 20 પ્રતિનિધિઓ આપણી મહેમાનગતિથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ઉપરાંત આપણા ઉદ્યોગો અને તેની પ્રોડક્ટને પણ ખૂબ જ વખાણી છે. આમ વિદેશથી પણ સૌરાષ્ટ્રમાં લોકો હટાણ કરવા આવે છે તેમ કહીએ તો કદાચ અસ્થાને નહીં ગણાય.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા યુગાન્ડાના પ્રતિનિધિઓ સાથે બી.ટુ.બી. ફંક્શનને સફળ બનાવવા તેમજ ડેલીગેશનની સંપૂર્ણ વ્યવસ્થા અંગે સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઇ નગદીયા, કેતનભાઇ વેકરીયા, નિશ્ર્ચલ સંઘવી, દિનેશભાઇ વસાણી, મયુર ખોખર, લવ પીઠવા, ધનપત માલુ, ધર્મેન્દ્ર જોશી, સુભાષ ગઢવી, દિગંત સોમપુરા, આનંદ દાવડા, દિવેન પડીયા, કુશલ ખાનપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.