કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ એક્ષ્પોર્ટ પર તેની શું અસર વર્તાશે? તે મુદ્દે વેબીનાર યોજાયો: રાજકોટ ચેમ્બર આયોજીત કાર્યક્રમમાં અનેક ઉદ્યોગકારોને સુરતના જોઇન્ટ ડી.જી.એફ.ટી. સુવિધ શાહે સંતોષકારક જવાબ આપ્યા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગઇકાલે ‘ઓવરકમીંગ ધ કોરોના ઇફેકટૃ ઓન નેશનલ એક્ષપોર્ટસ “વિષય ઉપર વિડિયો ઉપર વિડીયો કોન્ફરરન્સ (વેબીનાર)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નિષ્ણાંત વકતા તરીકે સુરતના જોઇન્ટ ડી.જી.એફ.ટી. સુવિધ શાહ દ્વારા કોરોનાની વિકટ સ્થિતિમાંથી બહાર નિકળ્યા બાદ એક્ષપોર્ટ ઉપર તેની શું અસર વર્તાશે તે અંગે ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમા ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવેલ કે કોરોનાની પરિસ્થિતી માંથી બહાર નીકળ્યા બાદ વેપાર-ઉદ્યોગની પ્રગતિ માટે એક્ષપોર્ટ કઇ રીતે ફરીથી વધારી શકાશે તેના માર્ગદર્શન માટે ડી.જી.એફ.ટી.ના અધિકારીઓ સાથે આ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સુવિધ શાહે જણાવ્યું કે, નિકાસકારોને વેપાર વધારવાની દિશામાં વિદેશ વેપાર નીતીમાં સમસ્યા નહી ઉભી થાય તે માટે સરકાર તરફથી ફોરેન ટ્રેડ પોલીસ કે જે ૨૦૧૫થી ૨૦૨૦ સુધી વેલીડ હતી તેની મુદત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. એસ.ઇ.આઇ.એસ.માં ઇન્સેન્ટીવ સ્કીમ સિવાયની અન્ય ફોરેન ટે્રડ પોલીસીની સ્કીમોની પણ મુદત વધારી છે. આનામાં એમ.ઇ.આઇ.એસ.નો પણ સમાવેશ થાય છે. ટ્રાન્સપોટસ્ માર્કેટીંય આસિસ્ટટ સ્કીમને પણ લંબાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આયાત માટેની સ્કીમ ડી.એફ.આઇ.એ., ઇ.પી.સી.જી.ની વેલીડીટી કે જે ૧ લી ફેબ્રુઆરી ૨૦૨૦થી ૩૧ જુલાઇ ૨૦૨૦ દરમિયાન પુરી થતી હતી તેને ૬ મહિનાનું એક્ષટેન્શન આપી દેવાયું છે. એના માટે ડી.જી.એફ.ટી.થી એન્ડોર્સમેન્ટ કરવાની જરૂર નથી. જેથી કરીને નિકાસકારોને એક્ષપોર્ટ માટે મુશ્કેલી નહી થાય. નિકાસકારોને કમ્પોઝીશન ફી પણ નહી લાગે. લેટ કટ લાગે છે તો તેમા પણ રીલેકસેશન આપી દીધું છે. ટી.એમ.એ. રીફંડ, ડયુટી ડ્રો બેક અને ડ્રો બેકની મુદત પણ લંબાવવામાં આવી છે. ૨૦ માર્ચથી ૨૯ જુન સુધીમાં સરકારી કામકાજમાં રીટર્ન ન ભરી શકાય તો એવા કેસમાં વિભાગ તરફથી કોઇપણ પેનલ એકશન નહી લેવાય ઇ.પીસી.જી અને ઇ.ઓ.યુ.ની વેલીડીટીને પણ જુન ૨૦૨૦ સુધીની માનવામાં આવશે. એ.ટી.જી.ની મુદત ૩૦ જુન સુધી વધારવામાં આવી છે. એમા જ યુનીટોએ ૩૧ માર્ચ પહેલા એપુવલ મેળવી લીધું છે. અને તેઓ ૩૦ જુન ૨૦૨૦ સુધી પ્રોડકટશન કરીને એકસપોર્ટ કરશે તો તેઓને પણ ઇન્કમટેક્ષ માટે એકઝમ્પ્શન આપવામાં આવશે.
“વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમની મુદત ૩૦ જુથ ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. એકસપોર્ટ પ્રોસીઝરના રિલાઇઝેશન માટે જે ૯ મહીનોનો પીરીયડ હતો તેને આર.બી.આઇ. એ લંબાવી ૧૫ મહીના સુધીનો કરી દીધેલ છે. ગુડઝસ પાર્સલોને પહોંચાડવા માટે રેલ્વેએ હંગામી ધોરણે ૩૦ જેટલી સ્પેશીયલ ટ્રેનની સુવીધા આપી છે.
સટીફેકેટ ઓફ ઓરીજીન માટે ફીઝીકલ સર્ટીફીકેટ લેવાની જરૂર નથી. ચેમ્બર ઓફ કોમર્સ અથવા ડી.જી.અફ.ટી.માંથી જે લોકો સર્ટીફીકેટ લેતા હશે તેઓએ સ્કેન કોપી સબંધી વિભાગ કે ઓફીસ સુધી ફિઝીકલ જવાની જરૂર નથી. તેમને કહ્યું કે ટેકનીકલ ટેક્ષટાઇલમાં માસ્ક અને મેડીકલ સુટ વિપુલ પ્રમાણમાં બનાવી શકાય છે. આ સમય વધારે એકસપોર્ટ કરવાનો છે. આથી આ દિશામાં રાજકોટના ઉદ્યોગ સાહસીકોએ વિચારવાની જરૂર છે અને નિકાસકારોને કોઇપણ સમસ્યા હશે તો તેઓ ઇમેઇલ કરીને સબંધીત વિભાગનું ધ્યાન દોશી શકે છે. જેથી કરીને વિભાગ સરકાર સાથે મળીને સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરી શકે. તેમેન ફાઇનાન્સીયલ એન્ડ એકસપોર્ટ ક્રેડીટ અંગેના સુચનો વિભાગને ઇમેઇલ દ્વારા મોકલવા સુચન કર્યુ હતું.
વેબીનારમાં મોટી સંખ્યામાં વેપાર ઉદ્યોગકારો જોડાયેલ હતા. તેઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબ શાહે આપ્યા હતા. વેબીનારનું સંચાલન ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગત્રાણાએ કરેલ તેમજ વેબીનારમાં હાજર વેપાર ઉદ્યોગકારોનો આભાર પણ માન્યો હતો. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.