- હિન્દુઓ પર થઇ રહેલા હુમલાને લઈ સરકાર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યાં છે. જે દરમિયાન વિદેશ મંત્રાલય (ખઊઅ) એ શુક્રવારે માહિતી આપી કે વિદેશ સચિવ વિક્રમ મિસરી 9 ડિસેમ્બર, સોમવારે બાંગ્લાદેશની મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિસરી 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ તેમના સમકક્ષને મળશે અને અન્ય બેઠકોમાં પણ હાજરી આપશે. તેમણે એ પણ નોંધ્યું કે વિદેશ સચિવની આગેવાનીમાં ફોરેન ઓફિસ ક્ધસલ્ટેશન્સ એ બંને દેશો વચ્ચે સંરચિત સંવાદ છે અને ભારત આ બેઠકનું સ્વાગત કરે છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શૈખ હસીના ભારતના શરણે આવ્યા ત્યાર બાદથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો કથળ્યા છે. ત્યારબાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ સમુદાય પર હુમલાના અહેવાલોને પગલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. આ ઘટનાઓ બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકાર હેઠળ બની રહી છે.
25 નવેમ્બરના રોજ, ચિન્મય કૃષ્ણ દાસની ઢાકામાં ’રાજદ્રોહ’ના આરોપો સાથે ધરપકડ કરવામાં આવી હતી. દાસ અને તેના સહયોગીઓ હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરી રહ્યા હોવાના આરોપમાં સ્થાનિક રાજકારણીએ કરેલી ફરિયાદને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બાંગ્લાદેશે કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યકારી ડેપ્યુટી હાઈ કમિશનર શિકદર મોહમ્મદ અશરફુર રહેમાન અને ત્રિપુરાના અગરતલામાં રહેલા આસિસ્ટન્ટ હાઈ કમિશનર આરિફુર રહેમાનને ગયા મંગળવારે તાત્કાલિક ધોરણે ઢાકા પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.