દારૂની બોટલ નંગ ૫૮૦ અને બીયરના ટીન નંગ ૨૪ મળી કુલ રૂ. ૬૦૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ તાલુકાના ઠુંગરપુર ગામે આજે હળવદ પોલીસ દ્વારા વાડી વિસ્તારમાંથી પ્રાંતિય ઈગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો જેમા દારૂ ના ચપલા તેમજ બીયરના ટીન મળી કુલ રૂપિયા ૬૦૪૦૦ નો મુદ્દા માલ ઝડપી લઈ બે શખ્સો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્તગીત મુજબ હળવદ પંથકમાં બુટલેગરો રાત્રી ના સમયે પંથકના છેવાડાના ગામોની સીમ વિસ્તારમાં વિદેશી ઉતારી કટીંગ કરી વેપલો કરતાં હોવાથી ફરીયાદો ઉઠી હતી ત્યારે આજે હળવદ પોલીસ મથકના પી.આઈ એમ. આર સોલંકી ,દેવેન્દ્ર સીહ ઝાલા, ગંભીરસીહ ચૌહાણ, પંકજભાઈ ગઢવી સહીતના ઓ ચરાડવા બીટ વીસ્તારમા પ્રેટોલીંગમા હતા તે અરસામાં મળેલ બાતમીના આધારે તાલુકાના ઠુંગરપુર ગામની સીમ વિસ્તારમાં વસંત કાનજી વાણીયા રહે પીપળી તા ધ્રાંગધ્રા વાળાએ વિક્રમ રાણા કોળીની વાડીએ વિદેશી દારૂ ઉતાર્યા હોય જેના પર પોલીસે દરોડો પાડતાં ઈગ્લીસ દારૂની બોટલ નંગ ૫૮૦ તેમજ બીયરના ટીન નંગ ૨૪ મળી કુલ ૬૦૪૦૦ નો મુદ્દા માલ મળી આવ્યો હતો.
જેથી પોલીસ દ્વારા આરોપી વિક્રમ અને વસંત સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસનો ધમધમાટ સરૂ કરાયો છે બનાવની વધુ તપાસ પીઆઈ એમ. આર સોલંકી ચલાવી રહ્યા છે.