• શરાબની 228 બોટલ અને કાર મળી રૂ. 5 લાખના મુદ્દામાલ સાથે રાજકોટનો ક્રિશ ભાલારા ઝડપાયો : બે શખ્સની શોધખોળ

જેતપુર -ધોરાજી ધોરીમાર્ગ પર આવેલા વીરપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસે ક્રાઈમ બ્રાન્ચે  કારમાંથી રૂપિયા 85,000 ની કિંમત નો 228 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના ક્રિશ ભાલાળા ની ધરપકડ કરી મોબાઈલ દારૂ અને વાહન મળી રૂપિયા 5.05 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા ચોટીલા અને રાજકોટના  શખ્સની શોધખોળ હાથ ધરી  છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસપી જયપાલસિંહ રાઠોડે એ આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે લષ 3 ક્ષર 9017 નંબરની કારમાં રાજકોટ શહેરના રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોક નજીક જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતો  ક્રિશ કિશોર ભાલાળા નામના શખ્સ વિદેશી દારૂ ભરીને આવી રહાની હેડ.કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી અને દિવ્યેશભાઈ સુવા ને મળેલી બાતમીના આધારે વીરપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ઉપરોક્ત નબર ની કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 85,500 ની કિંમત નો 228 બોટલ વિદેશી દારૂ સાથે કરી ક્રિશ કિશોર ભાલાળા ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ હ,મોબાઈલ અને કાર મળી રૂપિયા 5.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ઝડપાયેલા ક્રિશ કિશોર ભાલાળા ની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટનો રાહુલ જીતુ વાણીયા અને ચોટીલાનો કુલદીપ ઉર્ફે લાંબો નું હોવાનું ખુલતા બંનેની શોધ ખોળ હાથ ધરી છે. આદરોડા ની કામગીરી પીએસઆઇ ડી.જી . બડવા, એએસઆઈ બ્રીજરાજસિંહ જાડેજા, અનિલભાઈ કોદીયા રવિભાઈ બારોટ બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ વાઘાભાઈ આલ અને નિલેશભાઈ ડાંગર સહિતના સ્ટાફે બચાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.