શરાબની 83 બોટલ સાથે ત્રણ શખ્સોને એલ.સી.બી.એ ઝડપી લીધા
મોરબી-શહેરના નવલખી રોડ પર રણછોડનગર અમૃત પાર્કમાં મકાનમાંથી વિદેશી દારૂની 83 બોટલ સાથે એલ.સી.બી.એ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જયારે અન્ય એક શખ્સ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. એમ.આર. ગોઢણીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે રણછોડનગર અમૃતપાર્કમાં ત્રણ શખ્સોએ ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચવા માટે રાખ્યો છે. એલ.સી.બી.ની ટીમે બાતમીનાં આધારે અમૃતપાર્કમાં મકાનમાં દરોડો પાડતા રૂ.31 હજારની કિંમતની શરાબની 83 બોટલ સાથે મકાનમાંથી ત્રણ શખ્સ મળી આવ્યા હતા.
પોલીસે ત્રણ શખ્સની પૂછપરછ કરતા મેહુલ ત્રિભોવનદાસ પૂજારા નામના શખ્સે શરાબ રાખવા માટે મકાન ભાડે રાખ્યું હતુ તેમ જ તેની સાથે ઝડપાયેલ રણછોડનગર, જલારામ એપાર્ટમેન્ટ રહેતો સાગર કાંતીભાઈ પલાણ અને લક્ષ્મીનારાયણ સોસાયટીનો જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઈ તેમજ અમૃતપાર્કમાં રહેતો ભરત જીવણભાઈ કરોતરાની સંડોવણી હોવાની કબુલાત આપતા વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને એલ.સી.બી. પી.આઈ.એમ.આર. ગોઢાણીયા પી.એસ.આઈ. એન.બી. ડાભી એન.એચ. ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, યોગરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાએ ધરપકડ કરી ભરત કરોતરાની શોધખોળ હાથ ધરી છે.