વસ્તડી ગામે કારના ચોરખાનામાંથી દારૂ સાથે બે  ઝડપાયા; સુદામડા ગામની સીમમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી 250 બોટલ શરાબ અને મોટા કંથારીયા ગામે બાથરૂમના ભૂગર્ભમાંથી  65000નો દારૂ કબ્જે

માવઠાના કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે ત્યારે ઠંડીની સિઝન દરમિયાન  ઝાલાવાડમાં બુટલેગરો પણ બેફામ બન્યા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આ મામલે અલગ અલગ સ્થળ ઉપર સતત પેટ્રોલીંગ હાથ ધરી અને જિલ્લા પોલીસવડાના આદેશ અનુસાર અલગ અલગ સ્થળ ઉપર પેટ્રોલિંગ હાથ ધરી અનેં દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.અને  10.55 લાખના મુદામાલ પણ જપ્ત કરવા માં આવ્યો છે.

કાલે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ કુરેશી અને તેમની ટીમ દ્વારા વસ્તડી ગામના પાટિયા પાસે શંકાસ્પદ ગાડી ઈકોસ્પોર્ટ ને ઉભી રાખી અને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની અંદર રહેલા ચોર ખાનામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પડી હોય તેનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો તેને જોરાવરનગર પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી અને આ તમામ મુદ્દામાલ ચોર ખાનામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ને જપ્ત કરવામાં આવ્યો હતો 8.96 લાખનો મુદ્દામાલ જોરાવરનગર પોલીસે કબજે કરી અને બે ઈસમો માં કિરણભાઈ અને દલપત ગિરી એમ બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ વાડી વિસ્તારમાં ટાંકામાં સંતાડેલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છેજિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરવા શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ તેને આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. પો.ઇન્સ શ્રી એમડી.ચૌધરી સાહેબે એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી સફળ કેશો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના માર્ગદર્શન આપી, એલ.સી.બી. ટીમ દ્વારા સાયલા પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, યુવરાજભાઇ જીલુભાઇ કરપડા જાતે કાઠી રહે.સુદામડા તા.સાયલા વાળો સુદામડા ગામની સીમમાં નાગડકાના રોડ ઉપર આવેલ મોટા તળાવ બાજુની પોતાના કબ્જાની વાડીમાં ડાબી બાજુના શેઢા ઉપર જમીનમાં આર.સી.સી.નો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવી તે ટાંકામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે.

જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપી યુવરાજભાઇ જીલુભાઇ કરપડા જાતે કાઠી રહે.સુદામડા તા.સાયલા વાળાના કબ્જા ભોગવટાની સુદામડા ગામની સીમમાં નાગડકાના રોડ ઉપર આવેલ મોટા તળાવ બાજુની વાડીમાં આર.સી.સી.ના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પોતાના કબ્જા ભોગવટામાં ગે કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટની (1) મેકડોવેલ્સ નં-1 સુપીરીયર વ્હીસ્કી 750 મીલી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી, લખેલ કાચની કંપની શીલબંધ બોટલો નંગ-214 કિ.1.80,250/- તથા (ર) ઓલ સેશન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી 750 મીલી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની શીલબધ બોટલો નગ-36 કિ.રૂા.13,500/- એમ મળી કુલ બોટલો નંગ-250 કિ.રૂ.93,750/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ સાયલા પો.સ્ટે.મા પ્રોહી ધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

ચોટીલા ના નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે કંથારીયા ગામે મકાનના બાથરૂમના ભૂગર્ભમાં સંતાડેલો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે કુલદિપભાઇ શાંન્તુભાઇ બોરીચા પો.કોન્સ. બ.નં.595 નાની મોલડી પોલીસ સ્ટેશન તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.28/11/2021 ના કલાક 11/15 મોટા કંથારીયા ગામે આરોપીના કબ્જા ભોગવટાના મકાનએ આરોપી સીધાભાઇ ઓળકીયા કોળી રહે.મોટા કંથારીયા તા.ચોટીલા તથા તપાસમાં જે ખુલે તે આરોપીએ પોતાના કબ્જામાં ભોગવટાના મકાનના બાથરૂમમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની મેક્ડોવેલ્સ નંબર-1 સુપરીયર વ્હિસ્કી ઓરીજનલ 750 એમ.એલ.ની બોટલ નંગ-60 કિં.રૂા.22,500/- તથા રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હીસ્કિ 750 એમ.એલ.ની બોટલ નંગ-82 કિં.રૂા.42,640/- એમ કુલ કિં.રૂા.65,140/-નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી વાય.એસ.ચુડાસમા નાની મોલડી પો.સ્ટે. નાઓ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.