ટ્રક, જાયલો, ક્વાલિસ અને દારૂ મળી રૂ.૧ કરોડનો મુદામાલ કબ્જે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પથુગઢ ગામે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે આરઆરસેલના સ્ટાફે દરોડો પાડી રૂ.૩૫.૩૩ લાખનો વિદેશી દારૂ, ટ્રક, કવોલિશ અને જાયલો કાર કબ્જે કરી ભાગી છુટેલા ત્રણ બુટલેગરની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પથુગર ગામે સતવારા સમાજની વાડી પાસે એમ.પી. ૯એચસી. ૮૧૮૯ નંબરના ટ્રકમાંથી જી.જે.એચસી. ૫૩૫૩ નંબરની કવોલિશ અને જી.જે.૧૨બીએફ. ૩૩૨ નંબરની જાયલો કારમાં વિદેશી દારૂ ગોઠવી રહ્યા હતા ત્યારે આરઆર સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ, એએસઆઇ દિનેશ પટેલ, સંદિપસિંહ રાઠોડ અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૩૫.૩૩ લાખની કિંમતની ૨૩૧૭૨ બોટલ વિદેશી દારૂ અને ૯૧૫૨ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ, બિયર, ટ્રક, કવોલિશ અને જાયલો કાર મળી એક કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.

દરોડા દરમિયાન પાટડીના પીપડી ગામના વસંત કાનજી વાણીયા, પથુગઢના હસન ઉર્ફે પતીયો અબ્દુલ કુરેશી અને હુસેન ઉર્ફે તોલીયો અબ્દુલ કુરેશી નામના શખ્સો ભાગી જતા ત્રણેય શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.