મૂર્તિ બનાવી પેટીયું રળતા રાજસ્થાનના શખ્સે રસુલપરાના બુટલેગર સાથે મળી દારુ મંગાવ્યો’તો
શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવનટ પાસે બરકતીનગર સામે ઝુંપડામાંથી તાલુકા પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે સંયુકત દરોડો પાડી રૂ ૩.૫ લાખની કિંમતનો ૭૪૪ બોટલ વિદેશી દારુનો જથ્થો કબ્જે કરી નાશી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના દારુ જુગાર ની બદી ડામવા પોલીસ કમિશ્નરે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો ત્યારે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા બરકતીનગર સામે ઝુંપડામાં વિદેશી દારુની જથ્થો પડયો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે દરોડા દરમિયાનરૂ.૩.૦૫ લાખની કિંમતનો ૭૪૪ બોટલ વિદેશી દારૂ ની બોટલ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુળ રાજસ્થાનના પાળીનો વતની અને હાલ ઝુંપડી બનાવી મૂર્તિનું વેંચાણ કરતો રમેશ ગંગારામ રાઠોડ અને રસુલપરાનો સલીમ ઉર્ફે બાબુ ઉર્ફે વેરાવળે માલ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
આ દરોડાની કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર એન.એન.ચુડાસમા, એન.ડી.ડામોર, બી.ટી.ગોહિલ, એચ.ડી.ચુડાસમા, એચ.જી.રાઠોડ, અશોકભાઈ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઈ આહિર, પ્રદીપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા તથા જયદિપસિંહ જાડેજાએ કામગીરી બજાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com