આ વર્ષ દરમિયાન રાજ્ય ભરમાં વરસાદ ઓછો હોવાથી નદીઓ, તળાવમાં પાંણી ન હોવાથી આ વર્ષ નળસરોવળ , થોળ, મોતીબાગ,ગંગાજળીયા તળાવ, વગેરે જગ્યમાં પાંણી ઓછુ હોવાથી, આ વર્ષ બનાવવામાં આવેલ મેથળા બંધારામાં વિદેશી પંખીડાઓ બહુ મોટી સંખ્યાબંધ જેવા મળી રહયા છે.
યુરોપ ખંડ અને અન્ય દેશોમાંથી યાયાવર, પેન્ટડે સ્ટોકેના ઝૂડ, ફેમીગૌ, નાના-મોટા બંગલાઓ, જળકુકડીઓની સંખ્યાઓ હજારોની સંખ્યામાં જોવા મળે છે. જેથી હાલા લોકોમાં ખુશીઓ જેવા મળી છે. આવા મહેમાનગતિ માણવા આવી પહોંચેલ પંખીડાઓ ભાવેણામાં આવી જગ્યા ઉપર જોવા મળે છે. ત્યા આ જગ્યા ઉપર જો દર વર્ષ વરસાદનું પાંણી ભરાશે તો દર વર્ષ હજારોની સંખ્યામાં આવા પંખીડાઓ આવવા લાગશે.