ઝામબિયાંથી આવેલા બે મુસાફરોના સામાનની ચકાસણી કરતાં હેરોઇનનો જથ્થો મળી આવ્યો!!
કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે દિલ્લીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઝામબિયાંના દંપતીને 98 કરોડના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ફાઈનાન્સ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ બે ઝાંબીયન મુસાફરો જે ગુરુવારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ ખાતે જોહાનિસબર્ગ ખાતેથી અલગ અલગ કતાર એરવેઝની ફ્લાઇટમાં આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ બંને બહાર નીકળવાના રસ્તા તરફ આગળ વધી રહ્યા હતા. તે સમયે કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ કરતા બંને મુસાફરોએ પ્રથમ કોઈપણ સંવેદનશીલ પદાર્થ તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું બંને મુસાફરો ની વાતની ખરાઈ કરવા માટે તેમને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર માંથી પસાર કરવામાં આવ્યા હતા જેમાં કોઈપણ સંવેદનશીલ પદાર્થ તેમની પાસે હોવાનું સામે આવ્યું ન હતું
જે બાદ મુસાફરોના સામાન્ય એક્સ રે મશીન માંથી પસાર કરાતાં અમુક સંવેદનશીલ પદાર્થ તેમના સન્માનમાં હોવાનું નોંધાયું હતું જે બાદ બે મુસાફરો અને સાક્ષી રાખીને બંને મુસાફરો ના સામાન્ય તલાસી લેવામાં આવી હતી જેમાંથી હિરોઈનના 14 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. કુલ બે ભાગમાં સાત કિલોનો જથ્થો રાખવામાં આવ્યો હતો જથ્થો કબજે કર્યા બાદ ડ્રગ ડિટેક્ષસન કીટથી ખરાઈ કર્યા બાદ સફેદ પાવડરની ઓળખ હેરોઇન તરીકે કરવામાં આવી હતી.
કબ્જે કરાયેલાં હેરોઇનના જથ્થાની કિંમત હાલ રૂ. 98 કરોડની અંકાઈ રહી છે. પ્રેસ રિલીઝ અનુસાર બંને આરોપીઓએ તેમનો ગુન્હો કબૂલી લીધો છે. કબ્જે કરાયેલા જથ્થાને એનડીપીએસ એકટ હેઠળ સિઝ કરવામાં આવ્યો છે.