યુનાઈટેડ સ્ટેટ્સમાં હ્યુઆઈના ૫G નેટવર્ક પર પ્રતિબંધ: ભારતમાં ૫G ટ્રાયલમાં હ્યુઆઈને મળી મંજુરી
વડાપ્રધાન મોદી દ્વારા દેશને ડિજિટલ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે ૪જી બાદ દેશમાં ૫જીને અમલી બનાવવા માટે અનેકવિધ ટ્રાયલો માટે ટેલીકોમ કંપનીઓ આગળ આવી રહી છે. ૪જી નેટવર્ક બાદ ૫જી નેટવર્ક દેશની દિશા અને દશા ડિજિટલ ક્ષેત્રે બદલાવશે તેવું લાગી રહ્યું છે. દેશમાં હવે ટેલિકોમ ક્ષેત્રમાં પણ જાણે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ આવતુ હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર વિશ્ર્વમાં ચાઈનીઝ કંપનીઓ સૌથી સસ્તા ભાવે ડિજિટલ ઉપકરણોની સેવાઓ પુરી પાડી રહી છે ત્યારે વિદેશી કંપનીનો પગપેસારો શું ભારતનાં ડિજિટલને ગુલામીપણુ તરફ આગળ ધકેલશે કે કેમ ?
હાલ સમગ્ર વિશ્ર્વમાં ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પૂર્ણત: વિકસિત થઈ ગયા છે. જેમાં ગુગલ, ફેસબુક, ટવીટર, યુ-ટયુબ, ઈન્સ્ટાગ્રામનો સમાવેશ થઈ રહ્યો છે. દેશના યુવાનોની ઘેલછા જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે લોકો તેના જાણે આધીન થઈ ગયા હોય અને બીજી તરફ તેમાં રહેલા દુષણોથી જાણે અજાણ હોય તેવું પણ લાગે છે. દેશનું સમગ્ર યુવાધન ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી ગયું હોવાથી તેના ડેટાનો મીસ યુઝ અને જે તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરનો જે કાબુ હોવો જોઈએ તે જોવા મળતો નથી જેના કારણે સાયબરના ગુનાઓ દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે જો ૫જી નેટવર્કનાં ટ્રાયલમાં વિદેશી કંપનીઓ પગપેસારો કરે તો તેના પરનું જે અંકુશ હોવું જોઈએ તે જોવા મળી શકતુ નથી અને દિન-પ્રતિદિન સાયબર ક્રાઈમના ગુનામાં અનેકગણો વધારો પણ જોવા મળતો હોય છે ત્યારે યુનાઈટેડ સ્ટેટમાં હ્યુઆઈના ૫જી નેટવર્કને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે જયારે ભારતમાં તેને ટ્રાયલની પણ મંજુરી પણ મળી ગયેલ છે.
કેન્દ્ર સરકારે ટેલીકોમ કંપનીઓ માટે મહત્વની નિર્ણય લેતા ૫જી ટ્રાયલની જાહેરાત કરી છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિ શંકર પ્રસાદે સોમવારે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, સરકાર ટેલીકોમ સેક્ટરની બધી જ કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમ વહેંચશે. પ્રસાદે જણાવ્યું કે અમે ૫જી ટ્રાયલ પર નિર્ણય લઇ લીધો છે, ૫જી જ ભવિષ્ય છે અને આ ટેકનીકના આધારે આપણે નવા ઇનોવેશનને પ્રોત્સાહિત કરી શકીશું. બધા જ ટેલીકોમ ઓપરેટર્સ ૫જી ટ્રાયલમાં ભાગ લઇ શકે છે. જ ઉલ્લેખનીય છે કે, ૫જી ટ્રાયલનો અર્થ એ નથી કે સરકારે કોમર્શિયલી ૫જીને શરુ કરી દીધુ છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ બધી જ ટેલીકોમ કંપનીઓ સાથે આ ટ્રાયલ મામલે સંધિ કરશે જે પછી કંપનીઓ વેન્ડર પાર્ટનર્સની પસંદગી કરશે. જેમાં નોકિયા, હુવાવે, એરિક્સન અને સેમસંગ સામેલ છે. આ મામલે મંગળવારે ટેલીકોમ ડિપાર્ટમેન્ટ બધા જ વેન્ડર્સ સાથે મહત્વની બેઠક કરશે.જ આ મહિનાની શરુઆતમાં જ ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સ્પેક્ટ્રમની હરાજીની કિંમતોને મંજૂરી આપી હતી. જેમાં ૬૦૩૦ મેગાહાર્ટ્જનો એરવેવ સામેલ છે, જેને ૫જી ટેકનીક માટે ઉપયોગમાં લેવામાં આવશે.