કુવાડવામાં ચોકીદાર સાથે સંકડાયેલા પછાત વર્ગ દારૂની ‘ચોકીદારી’ માટે માહિર: નામચીન ફિરોઝ સંધીએ જીયાણાની સીમમાં મિત ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી રૂ.૧,૮૮૪
બોટલ દારૂ છુપાવ્યો: ત્રણ ઝડપાયા
કુવાડવાની ૨૦ કિલોમીટરના ત્રીજીયા બુટલેગર માટે સરળ સ્થળ : દારૂના મોટા કારોબાર માટે નામચીન બુટલેગરને કટીંગ માટે અને જીઆઇડીસીના બંધ પડેલા શેડની સારી સગવડ
રાજયભરમાં પોલીસે વિદેશી દારુના ધંધાર્થી પર ધોસ બોલાવી કરોડોની કિંમતના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા વિસ્તારમાંથી વધુ એક વખત રૂ.૮.૭૬ લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાતા લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. કુવાડવા વિસ્તારમાં આ પહેલાં પણ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિદેશી દારૂના કટીંગ માટે કુવાડવા વિસ્તાર એપી સેન્ટર બન્યું છે. કુવાડવા વિસ્તારમાં બુલેટગરને જરૂરી તમામ સગવડ મળી રહેતી હોવાથી કુવાડવાની ૨૦ કિલોમીટર ત્રિજીયાનો વિસ્તાર દારૂના કટીંગ માટે બુટલેગર માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે.
કુવાડવા વિસ્તારમાં ચોકકસ જ્ઞાતિની વસ્તી વિશેષ છે તે રીતે પછાત વર્ગના ચોકીદારોની પણ વસ્તી વધુ છે. બંને જ્ઞાતિના કેટલાક શખ્સો દારૂના ધંધા સાથે સંકડાયેલા હોવાથી કુવાડવા વિસ્તાર દારૂના કટીંગ માટે સરળ બન્યો છે. કુવાડવા ડુંગરાળ વિસ્તાર, વાડી ખેતર અને જીઆઇડીસીના બંધ સેડનો ચોકીદારી કરતા કેટલાક શખ્સો બુટલેગરની લોભામણી લાલચમાં આવી દારૂનું કટીંગ માટે સગવળ આપી રહ્યા છે.
કુવાડવાના ગામડાઓ હાઇ-વેથી તદન નજીક છે અને પોલીસ પેટ્રોલિંગ હાઇ-વે પર કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરને મોકળુ મેદાન મળતું હોય તેમ દારૂનું કટીંગ કરતા હોય છે. નામચીન ફિરોજ સંધીએ વાંકાનેર અને કુવાડવા વિસ્તારમાં દારૂના કટીંગ માટે પોતાનું હબ બનાવ્યું છે. ફિરોજ સંધી પહેલાં પણ કેટલાક નામચીન બુટલેગરોએ દારૂનું કટીંગ કુવાડવા વિસ્તારમાં જ કરાવ્યું છે.
ફિરોજ સંધીનો વાંકાનેર અને કુવાડવા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો ત્યારે પોલીસ મથકના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેટલાક પોલીસ અધિકારી માટે ફિરોજ સંધી માનીતો બન્યો હોવાથી કુવાડવા વિસ્તારમાં ફિરોજ સંધી દારૂનું બેરોકટોક કટીંગ કરી રહ્યો છે એટલું જ નહી કુવાડવા વિસ્તારમાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ પહોચતો કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
કુવાડવા નજીક આવેલા જીયાણા ગામની સીમમાં આવેલા મીત ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પી. એસ. આઇ. એ. એસ. સોનારા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સોનારા, નિલેશભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મઢ, નિશાંતભાઇ પરમારઅને હરદેવસિંહ સહિતના સ્ટાફે મોડીરાતે જીયાણા ખાતેની મીત ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં દરોડો પાડયો હતો.
પોલીસે રૂ.૮.૭૬ લાખની કિંમતની ૧,૮૮૪ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ઉદયપુરના પ્રકાશ લક્ષ્મણ પંડયા, રાજસ્થાન ના કુડા ગામના આનંદ ઉર્ફે અની ઉર્ફે મનોહર ઉર્ફે અનુ લક્ષ્મણસિંહ રાઠોડ અને કાચાકલા ગામના પ્રકાશચંદ ગણેશલાલજી ડામોર નામના શખ્સોને ઝડપી લીધા છે.
પોલીસે રૂ.૧૦ લાખની કિંમતની જી.જે.૧આર.એમ. ૮૧૮ નંબરની ક્રેટા, રૂ.૬ લાખની કિંમતની જી.જે.૩કેસી. ૫૯૧૩ નંબરની આઇ-૨૦ કાર કબ્જે કરી ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂ જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોજ હાસમ સંધી, મગન ઉર્ફે મગો કોળી, મનોજ ઉર્ફે શિવો અને લાલો લોહાણા નામના શખ્સોએ મગાવ્યાનું બહાર આવતા પોલીસે ચારેયની શોધખોળ હાથધરી છે.