કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ચેકડેમોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા. કયાંક પાણીથી ભરાયેલ ચેકડેમ અને કયાક પાણીના ખાડામાં વિદેશી પક્ષીઓ કુદરતી નજરામાં મગ્ન જોવા મળે છે. મેઘરાજાએ સમગ્ર સૃષ્ટિમાં મેઘમહેર કરીને ચેકડેમો છલકાવી દીધા હતા.
જે ચેકડેમોમાં અનેક પાણી સુકાવા પણ લાગ્યા છે ત્યારે પક્ષીઓ પણ ચેકડેમોમાં પાણીમાં કુદરતી નજારોનો આનંદ માણતા જોવા મળે છે. કહેવાય છે કે પક્ષી નદીઓ પવનને કોઈ સરહદ રોકી શકતી નથી ત્યારે વિદેશની સરહદ પાર કરીને ભારતના મહેમાન બનેલ વિદેશી પક્ષીઓ કેશોદ તાલુકાના નાની ધંસારી ગામમાં આવેલ બે ચેકડેમમાં મહેમાન બન્યા છે. જે એક પાણીથી ભરાયેલા ચેક ડેમમાં બીજા એક ડેમમાં પાણી ખુટવાની તૈયારી છે જે ચેક ડેમના ખાડામાં ભરાયેલા પાણીમાં કુદરતી નજારો માણવામાં મશગુલ બન્યા છે. જેનો અમુલ્ય નજારો અમારા રીપોર્ટર કેમેરામાં કેદ કર્યો છે.