સૌરાષ્ટ્ર-કચ્છ પર ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું હોય આ ઉપરાંત કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં લો-પ્રેશર અને અપરએલ સાયકલોનીક સરકયુલેશન હોવાના કારણે સૌરાષ્ટ્રમાં આગામી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મોનસુન ખુબ જ એકટીવ છે. સાથોસાથ કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં લો-પ્રેશર તથા દરિયાઈ સપાટીથી ૨.૧ કિ.મી. ઉંચાઈ પર અપરએલ સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. તેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શકયતા રહેલી છે. અમુક વિસ્તારોમાં ખાસ કરીને દરીયાકાંઠા નજીક આવેલા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આગામી ૪ દિવસથી સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
Previous Articleઉપલેટાનો વેણુ-૨ ડેમ ઓવરફલો: ૨ દરવાજા ૨ ફુટ ખોલાયા
Next Article લુટી…લો…લુટી…લો… Jio આપશે મફતમાં 4G સ્માર્ટફોન..