દશ્ર્ચિમ-પશ્ર્ચિમ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર અને મોનસુન ટ્રફ નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ જેની અસર તળે રાજયમાં સાર્વત્રિક વરસાદ ખાબકશે: અમૂક સ્થળોએ ભારે વરસાદની સંભાવના બંગાળની ખાડીમાં શનિવારે વધુ લો-પ્રેશર સર્જાશે, ૧૨મી સુધી સતત વરસાદ ચાલુ રહેશે

સૌરાષ્ટ્રમાં આજે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે: રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ,ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

અબતક,રાજકોટ

સમગ્ર રાજયમાં ભાદરવામાં અષાઢી માહોલ સર્જાયો છે.અષાઢ અને શ્રશવણ માસમાં રૂ ક્ષણા રાખનાર વરૂ ણદેવે જાણે ભાદરવામાં ભરપૂર હેત વરસાવવાનું શરૂ  કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું મજબૂત લો-પ્રેશર ગુજરાતમાં વરસાદની ખાદ્ય પરિપૂર્ણરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગઈકાલે સાર્વત્રિક ૧૦ ઈંચ સુધી વરસાદ વરસી ગયા બાદ હજી સિસ્ટમ ખૂબજ મજબૂત છે. આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી શનિવારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશે જેની અસર તળે ૧૨મી સપ્ટેમ્બર સુધી રાજયમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર હાલ દક્ષિણ પશ્ર્ચિમ મધ્યપ્રદેશ પર સ્થિર છે. આ ઉપરાંત મોનસુનરૂ ફ નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ હોવાના કારણે તેની સંયુકત અસરના કારણે આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના રહેલી છે. દરિયાકાંઠા નજીકના અમૂક વિસ્તારોમાં ૧૦ ઈંચ સુધી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આજે અને આવતીકાલે રાજયમાં મેઘાવી માહોલ યથાયત રહેશે.

બંગાળની ખાડીમાં આગામી શનિવારે એક નવું લો-પ્રેશર બનશે.જેની અસરના કારણે ગુજરાતમાં ૧૨મી સુધી વરસાદ પડવાનું સતત ચાલુ રહેશે. આજે સવારથી રાજયમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે ઉતર ગુજરાતમાં આણંદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉતર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબી જિલ્લામાં મધ્યમથી ભારે જયારે જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં મધ્યમ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગરમાં વરસાદ પડશે. શનિવારથી વરસાદનું જોર થોડુ ઘટશે ૧૧મીએ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બની રહ્યું છે. જેનીઅસર તળે રાજયમાં ૧૨મી સુધી સતત વરસાદ ચાલુ રહેશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.