પ્રદુષણ ઘટાડવા તરફ ફોર્ડનું ફળદાયી પગલું
શાનદાર ડિઝાઈન સાથે સેફટીનો પણ રખાયો છે ખાસ ખ્યાલ
પ્રિમીયમ કોમ્પેકટ એસયુવી સેગમેન્ટમાં ફોર્ડ ઈન્ડિયા પ્રા.લી. દ્વારા ઈકો સ્પોર્ટસ બીએસ-૬ કરેલ છે. આ મોડેલ સિદ્ધિ વિનાયક ફોર્ડમાં ઉપલબ્ધ છે. સિદ્ધિ વિનાયક ફોર્ડના મેનેજીંગ ડાયરેકટર અશોકભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત ધનસુખભાઈ વોરા તથા કાંતીભાઈ જાવીયા ગ્રેટર ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રેસીડેન્ટ તથા વાઈસ પ્રેસીડેન્ટ તથા સૌરાષ્ટ્ર એન્જી. એસોસીએશનનાં પરેશભાઈ વાસાણીની ઉપસ્થિતિ હતી. ઉપરોકત મોડેલની પેટ્રોલ વર્ઝનમાં આરંભિક કિંમત રૂા.૮,૦૪,૦૦૦/- તથા ડિઝલ વર્ઝનમાં આરંભિક કિંમત રૂા.૮,૫૪,૦૦૦/- થી શરૂ થાય છે. પેટ્રોલ તથા ડિઝલ બંને વર્ઝનમાં ૧૫૦૦ સીસી એન્જીન સાથે આકર્ષક ડિઝાઈન, સેફટી માટે છ એર બેગ, એસવાયએમસી-૩ સિસ્ટમ, ૧૦૦ પી.એસ.નો પાવર, ૨૦૫ એનએમનો ટોર્ક તથા ડિઝલમાં ૨૧.૭ની એવરેજ છે. આ ઉપરાંત સેફટી ડિઝાઈન, ટેકનોલોજી, ડ્રાઈવીંગ ડાય અને ફન ટુ ડ્રાઈવ સામેલ છે.
નિરજ ગજજરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બીએસ-૬ન એન્જીનવાળા સ્પોર્ટ ફોર્ડએ અત્યારે લોન્ચ કરવામાં આવી છે. પેટ્રોલ અને ડિઝલ બંનેમાં લોન્ચ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પહેલી વખત સૌપ્રથમ અમે લોન્ચ કરીએ છીએ. બીએસ-૬ એ અન્ય કરતા સૌથી ઓછુ કાર્બન ડાયોકસાઈડ કાઢે છે. ફોર્ડ એ એન્જીન માટે ફકત નહીં પરંતુ એ ડ્રાઈવર્સ કાર કહેવાય છે અને બીજુ સેફટીમાં તેમાં ઈન્ટરનેશનલ ફીચર હોય છે અને ફેમેલીવાળી ફિલીંગ આવે છે. એન્જીનની ડીરાયબીલીટી અને સિસ્ટમ એબીલીટી બન્ને વધારેલ છે. બીએસ-૬ આવે એટલે તેમાં સેફટી, ડ્રાઈવર પ્લેઝર કાર અને ફેમેલીવાળી ફિલીંગ આ ત્રણેય વસ્તુ આવે છે. ગ્રાહકોમાં બે વર્ગ હોય છે. એક બહારી લુક અને બીજો સેફટી જોવે છે. જે ફોર્ડમાં આ દરેક વસ્તુ છે. આ કાર ૮.૫ લાખથી શરૂ થાય છે અને ૧૨ લાખ સુધીની કાર આવે છે.
અશોક પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિદ્ધિ વિનાયક ફોર્ડ આજે ખુશ છે કે ગુજરાતનું પહેલુ ડિઝલ બીએસ-૬ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. બીએસ-૬ વિશે જો આપણે જાણીએ જ છીએ કે પ્રદુષણ થાય છે તેની સામે બીએસ-૬ વર્ઝન છે. વિશ્ર્વ સ્તરીય મોટી કંપની છે તે ભારતમાં અને સૌરાષ્ટ્રમાં પહેલી ડિઝલ કાર લોન્ચ કરેલી છે. કારમાં મીનીમમ પ્રદુષણ છે. સાથે સાથે સેફટી સ્ટાન્ડર્ડને પણ વધુ મહત્વ આપે છે. ઈકો સ્પોર્ટ એ ભારતમાં સૌથી વધુ એકસપોર્ટ થતું મોડલ છે. અમારા ગ્રાહકોને કહીએ છીએ કે આ ગાડી ખરીદો અને પ્રદુષણમાં ઘટાડો કરવામાં આપનું યોગદાન આપો. વિશ્ર્વ સ્તરની આ ગાડી છે. આનુ પ્રદુષણ ઈન્ડિયની સિસ્ટમ કરતા ઓછુ હશે અને સેફટી ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. બીએસ-૬ એ ફકત પ્રદુષણ નહીં અંદર ટ્રાવેલ કરતા લોકોની સેફટીનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આમાં પાંચ કલર આવશે અને કિંમત ૮ લાખથી શરૂ થઈ ૧૨ લાખ સુધીની છે.
ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસીડેન્ટ ધનસુખભાઈ વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિદ્ધિ વિનાયક ફોર્ડ રાજકોટ મહત્વનું ગ્રુપ દ્વારા ફોર્ડનું લેટેસ્ટ મોડેલ બીએસ-૬ સ્ટાન્ડર્ડ જે એન્વાયરમેન્ટ માટે સારું ગણાય છે. આ મોડેલનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ લોન્ચીંગ પ્રસંગે હું સિદ્ધિ વિનાયકના અશોકભાઈ અને તેમની ટીમને અભિનંદન આપુ છું. રાજકોટની જનતાને સારી ગાડી આપી લેસપોલ્યુશનવાળી ગાડી મળતી થશે. આવો પ્રયત્ન સિદ્ધિ વિનાયકે કર્યો છે.
કાંતીભાઈ જાવીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે આ સિદ્ધિ વિનાયક ફોર્ડની કારનું ઉદઘાટન મારા હાથે કરવામાં આવ્યું છે. મને આ સદભાગ્ય આપવામાં આવ્યું એ બદલ સૌનો ખુબ-ખુબ આભાર માનુ છું. અશોકભાઈ દ્વારા સાતમો શો-રૂમ શરૂ કરાયો છે ત્યારે એમનું સાહસ ખુબ મોટું છે. ઓટો મોબાઈલ ક્ષેત્રે નાની ગાડીઓથી લઈ મોટી ગાડી સુધી વેચવાનું શરૂ કર્યું છે ત્યારે તેમનો ખુબ-ખુબ આભાર માનીએ છીએ.