હવે કારને કંટ્રોલ કરવા માટે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ પર આધાર રાખવાની જરુર નહીં રહે. ફોર્ડ પોતાની કારમાં એલેક્સા ફીચરને જોડવામાં આવી રહી છે. જે અવાજ સાંભળીને ડ્રાઇવરના નિર્દેશોનું પાલન કરશે. સામાન્ય રીતે કારમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોયડ ઓટો ક્નેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. જે ખુબ જ સામાન્ય બની ગયા છે, પરંતુ ફોર્ડની આ કાર એલેક્સા પર્સનલ અસિસ્ટન્ટ ફીચર હવે તેની જગ્યા લેવા જઇ રહ્યું છે.
ફોર્ડે એલેક્સા ફીચરને કારમાં જોડવા માટે એમેઝોન સાથે પાર્ટનરશિપ કરી છે. તેની સાથે ફોર્ડ પહેલી એવી કંપની છે જે પોતાના પોર્ટફોલિયોની દરેક કારમાં આ ફીચર આપશે. જે યૂઝરની અવાજ પર કામ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ કંપની ઘણી ભાષાઓમાં તેનું ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં હિંદી ભાષાનો પણ સમાવેશ થાય છે. કંપની પોતાના આ પ્રોડક્ટને ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોન્ચ કરશે. ભારતમાં આ કાર એલેક્સાથી સજ્જ ફોર્ડ કાર 2020 સુધી આવી શકે છે.