આ તે કેવી લોકતાંત્રિક પરિપકવતા કે પ્રજા રોકડ દંડ ની જોગવાઈ સિવાય નિયમ પાળવામાં સરકાર અને વહીવટીતંત્રને સહયોગ આપવામાં ડાન્ડ પુરવાર થતી હોય
ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી નું બિરુદ પ્રાપ્ત થયું છે અહીં ૧૬૦ કરોડની આબાદી સંવિધાન એ આપેલા તમામ અધિકારો સાથે આધુનિક વિશ્વના તમામ દેશોની વહીવટી અને રાજકીય વ્યવસ્થામાં સૌથી વધુ સલામત અને સુખી ગણાય છે અહીં માનવીય અભિગમ થી તંત્ર ચાલે છે સંવિધાન પણ નાગરિકોના મૌલિક અધિકારો નું પણ સાવધાનીથી જતન કરે છે, ’સો ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ ’,કેવા ઉમદા અભિગમથી આપણી ન્યાયિક વ્યવસ્થા નું સર્જન કરવામાં આવ્યું છે અલબત્ત સંવિધાન અને રાજ વ્યવસ્થા જેટલી નિષ્ઠાથી કાર્યરત છે તેટલી નિષ્ઠા લોકતંત્રના” રાજા” જેવા ભારતીય નાગરિકો માં જોવા મળતી ન હોય તેમ અહીં નાગરિકોના હિતની વાત નિયમ અને કાયદા ની અમલવારી માટે અપીલ/ વિનંતી કારગત નીવડતી નથી અહીં તો નિયમ નું પાલન કરાવવા માટે પણ લોકો પર આકરા દંડ ની લાઠી વીજવી પડે છે આ પરિસ્થિતિ ખરેખર લોકતંત્ર દેશ માટે ખુબ જ નિરાશાજનક ગણાય કોરોનો કટોકટીમાં સમગ્ર વિશ્વ ના તમામ દેશોઅત્યારે પોતાના નાગરિકોને બચાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે ભારત માટે પણ વિશાલ લોકતાંત્રિક દેશના નાગરિકોની આરોગ્ય સુવિધા ની જાળવણી વિશેષ મહત્વની બની જાય તે સ્વભાવિક છે ભારતમાં સાક્ષરતા નું પ્રમાણ પણ સંતોષજનક રીતે છે અલબત્ત અહીં લોકોને માસ્ક પહેરવા માટે રૂપિયા એક હજાર દંડ ભરવાનો કાયદો ઘડવો પડ્યો ૨૦૦ રૂપિયા ના દરની જાહેરાતથી પ્રજા કાબૂમાં આવી ન હતી અને દંડ વધારીને હજાર કરવા પડ્યા બે દિવસ પહેલા માર્ગ અકસ્માતોમાં જીવલેણ અકસ્માતો નિવારવા માટે જરૂરી વાહનચાલકોના હેલમેટ ની સુરક્ષા વ્યવસ્થા માટે લોકોએ સ્વયંભૂ જાગૃત થવા માં ઉણ પ્ દાખવી ત્યારબાદ સરકારને હેલમેટ ન પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડની જોગવાઈ અને હેલ્મેટ ન કરનારાઓ સામે ખાસ ટ્રાફિક ડ્રાઈવ ની હિમાયત અને કાયદાનું ભાન ન રાખનારા ઉપર રોકડ દંડ લેવાની ફરજ પડી છે નાગરિકોને પોતાના હિ તની વાત સ્વીકારવામાં પણ મુશ્કેલી પડતી હોય તેવી દેશની પરિસ્થિતિ ખરેખર લોકતાંત્રિક વ્યવસ્થા માટે કમનસીબ નહીં પરંતુ આઘાત જનક ગણા ય નાગરિકો માટે દેશ હિત માં દરેક વ્યવસ્થા અને તેના નિયમો ની જાળવણી કરવાની એક નાગરિક ધર્મ સંહિતાની ફરજ ગણવામાં આવે છે પરંતુ ભારત માં પ્રજનન આ માનાંકખૂબ જ કંગાળ પરિણામો આપે છે આપણે સ્વચ્છતાની જાળવણી માટે નાગરિકોની જે સહકારની અપેક્ષા રાખવામાં આવે છે તે પૂરી કરવા ,,ગંદકી કરનારને આકરો દંડ કરવા પડે છે દંડ કરીને શાસન ચલાવવું એ આદર્શ વ્યવસ્થા નથી પરંતુ ભારતમાં કોઈ પણ ખરાબ વસ્તુ ને અટકાવવા માટે પ્રજા દંડ વગર કાબુમાં આવતી નથી તે હકીકત આપણે સ્વીકારવી જોઈએ માસ્ક ન પહેરવું એ નાગરિકો માટે વધુ નુકસાન કરે છે આ જ રીતે હેલમેટ ન પહેરવાની પ્રજા નું જ વધારે અહિતથાય છે તો પણ સરકારને માસ્ક/ હેલ્મેટ લોકો ફરજિયાત પહેરે તે માટે દંડ લેવાની ફરજ પડે છે આવનાર દિવસોમાં તો કદાચ સાક્ષરતાનો દર ઊંચો લાવવા માટે પોતાના સંતાનોને ન ભણાવનાર વાલીઓ પાસેથી લાખોના ગુણાંકમાં દંડ વસૂલ કરવાનો કાયદો કરવો પડે એકથી વધુ લગ્ન કરનાર કે ઓ મર્યાદિત સંખ્યામાં બાળકો સાથે કુટુંબ નિયોજન નો અભિગમ ન અપનાવનાર ની મિલકત જપ્ત કરવી પડે માબાપને વૃદ્ધાશ્રમ મોકલનારા ઓ ને તગડી રકમ દંડ ભરવો પડે જેવા દંડની જોગવાઈ આવનાર દિવસોમાં થાય તો નવાઇ થાય તેમ નથી ભારતનું લોકતંત્ર વિશ્વમાં ખૂબ વખણાય છે અહીં નાગરિકો જ નહીં તેના મૌલિક અધિકારો નું પણ જીવની જેમ રક્ષણ થાય છે નાગરિકોની વ્યક્તિગત આર્થિક સામાજિક સલામતી ની જેમ જ અધિકારો અને ધર્મનું પણ રક્ષણ કરવામાં આવે છે ભારતનું બંધારણ નાગરિકોને તમામ વસ્તુ થી નવાજે છે ભારતમાં નાગરિકો જેટલા સલામત સ્વા યત અને સ્વતંત્ર છે તેવું વાતાવરણ વિશ્વના એક પણ દેશમાં નથી બીજા દેશોમાં નાગરિકો થી અહીંની વ્યવસ્થાઅલગ ગણવામાં આવે છે અહીં નાગરિકોની સવિશેષ પ્રથમ ખેવના થાય છે એકવીસમી સદીના આ યુગમાં ભારતનું લોકતંત્ર ખરેખર પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય પરંતુ ભારતની પ્રજા ગુજરાતી માં ક્યાંક ને ક્યાંક કાયદાના પાલન નો અભાવ જોવા મળે છે પ્રજાના હિતમાં લેવાનારા અને લેવાતા નિર્ણયો માટે જોદંડ સહિતા ના શસ્ત્રો વડે પાલન કરાવવાની ફરજ પડતી હોય તો હજુ આપણે ક્યાંક ને ક્યાંક આપણી લોકશાહીને સમજવામાં ઉણાં ઉતરી રહ્યા છે તે વાત નિર્વિવાદ એ સ્વીકારવી જ રહી