કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રેસકોર્સના બાઘેશ્વર ધામ સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે
દરેક હિન્દૂ તેમને સમર્થન આપે તેવો રાજ શેખાવતનો અનુરોધ
ખીરસરા આશ્રમના મહંત ભક્તિ સ્વામી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
મધ્યપ્રદેશ સ્થિત બાઘેશ્વર ધામના વડા અને હિન્દુ આઈકોન પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હિન્દુ ધર્મનો વ્યાપ વધે તે માટે એક ધરીને નીકળ્યા છે ત્યારે આપણા સૌ હિંદુ સમાજની ફરજ છે કે તેમને પૂરું સમર્થન આપવું અને હિન્દુત્વના પ્રચાર પ્રસારને વેગવંતો બનાવવો. આ શબ્દો છે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતના. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગદર્શન ખાતે આવેલા વાઘેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
બાઘેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ઉપરાંત ખીરસરા આશ્રમ ના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી , કરણી સેના રાજકોટના ચંદુભા પરમાર,ધીરુભાઈ ડોડીયા, મૌલિકભાઈ વાઢેર ,હિતુભા તેમ જ કોંગરેશ અગ્રણી અને પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર ,સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા ભાજપના અગ્રણી મુરલીભાઇ દવે, રઘુભાઈ ધોળકિયા, સામાજિક અગ્રણી જયભાઈ ખારા, લેબર કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ આશિષભાઈ ટાંક સહિતના અગ્રણીઓ આવ્યા હતા અને આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હતું.
હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી રાજાધીરાજ શ્રી મહારાણા પ્રતાપજી ની 483 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં ભાગ લેવા આવેલા કરણી સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી રાજ શેખાવત અને કરણી સેનાના સભ્યો રેસકોર્સ ખાતે મધ્યસ્થ કાર્યાલયમાં આવી પહોંચતા સમિતિના હોદ્દેદારો યોગીનભાઈ છનિયારા,ભરતભાઈ દોશી, વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા વગેરેએ તેમને આવકાર્યા હતા.
રાજ શેખાવતે આ પ્રસંગે કહ્યું હતું કે વિદર્મીઓના હુમલા સામે હિન્દુ સમાજ એ એક થવાની તાતી જરૂરિયાત છે ત્યારે બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુત્વનો ધ્વજ લઈને નીકળ્યા છે ત્યારે આપણા સૌની ફરજ તેમને સમર્થન આપવાની છે. કરણી સેના પહેલેથી જ તેમની સાથે છે અને ક્ષત્રિય તેમની સુરક્ષા માટે પણ કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યારે તો ગુજરાતના ચાર મોટા શહેરોમાં બગેશ્વર બાબાના કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં વધુ સ્થળોએ તેમના કાર્યક્રમો યોજાય અને હિન્દુત્વનો વધુ પ્રચાર થાય તે જરૂરી છે. આ પૂર્વે કરણી સેના દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં બાઘેશ્વર ધામ સમિતિના હોદ્દેદારો સર્વ યોગીનભાઈ છનિયારા ભરતભાઈ દોશી અને કાંતિભાઈ ઘેટીયા વગેરે ગયા હતા અને કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતનું અભિવાદન કર્યું હતું. બાઘેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયમાં ખીરસરા આશ્રમના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. પૂજ્ય ભક્તિ સામે કહ્યું હતું કે શ્રીલંકા જવા માટે જ્યારે ભગવાન રામ સેતુ બનાવી રહ્યા હતા ત્યારે એક નાની ખિસકોલી પણ પોતાનાથી બનતા પ્રયાસો કરતી હતી. આજે દરેક હિન્દુએ પણ ખિસકોલીની જેમ જ હિંદુત્વના પ્રચાર પ્રસાર માટે પોતાનાથી બનતા પ્રયાસો કરવાના છે. આજે હિન્દુ સમાજના આંગણે એક થવા માટેનો રૂડો અવસર આવ્યો છે ત્યારે સૌ કોઈ તન મન ધનથી આ સેવા કાર્યોમાં લાગી જાય કારણ કે હિન્દુત્વની વિરાસત ને જાળવી રાખવી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની છે તેમ પણ પૂજ્ય ભક્તિ સ્વામીએ જણાવ્યું હતું.
બગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના સભ્ય ગુણવંતભાઈ ડેલાવાળા એ પણ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો ઉપસ્થિત રહે તે માટે પ્રચાર પ્રસાર ઉપર ભાર મૂક્યો હતો. રાજકોટમાં તારીખ પેલી અને બીજી જૂન એમ બે દિવસ માટે બાઘેશ્વર ધામના પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ આઈકોન છે અને હાલમાં દેશભરમાં પ્રવાસ કરીને હિન્દુત્વનો ધ્વજ લહેરાવી રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશમાં તેમની હનુમાન કથા ચાલી રહી છે અને ત્યાંથી પણ તેઓ સમગ્ર દેશ અને દુનિયાને હિન્દુત્વનો સંદેશો પાઠવી રહ્યા છે.
રાજકોટમાં યોજાનારા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સત્સંગ માં દોઢ લાખ જેટલા લોકો ખૂંટી પડે તેવી ધારણા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.