•  બૉમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલના પગલે જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ
  • જામનગર ની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દ્વારા ‘સ્ટાઈકર ડોગ’ મારફતે સમગ્ર એરપોર્ટ પર સધન ચેકિંગ કરાયું: સબ સલામત

જામનગર ન્યૂઝ : વડોદરાના એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલ ના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે, જેના પગલે જામનગરના એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.WhatsApp Image 2024 06 19 at 08.32.25

જામનગરની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડના પીએસઆઇ આર.સી. દેસાઈ, તેમજ એ.એસ.આઈ. ડી.યુ.અગ્રાવત, એલ.એમ. લૈયા, અને કે. એચ. વ્યાસ, તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વી.બી. જાડેજા, અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જ્યાં સમગ્ર ટીમેં જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા ‘એસક્પ્લોઝીવ ડિટેક્ટર ડોગ – સ્ટાઈકર’ ને સાથે રાખીને સમગ્ર પરિસર નું સધન ચેકિંગ કર્યું હતું, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.