વિરાટની કમાણી 24 મિલિયન અમેરિકન ડોલર (આશરે 161 કરોડ રૂપિયા) છે.

ફોર્બ્સે 2018ના દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં ટોપ 100માં એક પણ મહિલા એથલીટનું નામ સામેલ નથી. જો ભારતીયોની વાત કરીએ તો તેમાં માત્ર એક જ નામ છે. ટોપ-100માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ભારતીય એથલીટ છે. વિરાટ આ લિસ્ટમાં 83મા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વિરાટના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે

– 2018માં ટોપ-100માં કોઇપણ મહિલા એથલીટનું ન હોવું એ વાત ચોંકાવનારી છે.
– ફોર્બ્સની લિસ્ટ પ્રમાણે, 11 રમતોના એથલીટ આ ટોપ-100 લિસ્ટમાં સામેલ છે. ટોપ-100માં 40 બાસ્કેટબોલ     ખેલાડીઓ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.