ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે અન્ય ત્રણ ભારતીય મહિલા કોણ ??

sitaraman

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ 

ફોર્બ્સે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે (World’s Most Powerful Women 2023). આમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે અન્ય ત્રણ ભારતીય મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે બિઝનેસ સેક્ટરમાં અલગ સ્થાન હાંસલ કર્યું છે.

ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનાર નિર્મલા સીતારમણને 32મું સ્થાન મળ્યું છે. નિર્મલા સીતારમણ મે 2019 માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના નાણાં પ્રધાન બન્યા અને તેઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. નાણામંત્રીની સાથે આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં HCL કોર્પના CEO રોશની નાદર મલ્હોત્રા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉ પણ સામેલ છે.

ટોપ-100 શક્તિશાળી મહિલાઓમાં ભારતીયોનો સમાવેશ

નામ – પોસ્ટ – રેન્ક

નિર્મલા સીતારમણ નાણામંત્રી, ભારત, 32

રોશની નાદર, HCL CEO, 60

સોમા મંડળ, સેલ CEO, 70

કિરણ મઝુમદાર, શો બાયોકોનના સ્થાપક, 76

રોશની નાદર: રોશની નાદર મલ્હોત્રા, જે નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ છે, તે HCLના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરની પુત્રી છે. ફોર્બ્સ અનુસાર, HCL ટેક્નોલોજીસના CEO તરીકે, તે કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો માટે જવાબદાર છે. તેણે જુલાઈ 2020માં તેના પિતા બાદ આ જવાબદારી સંભાળી હતી.

સોમા મંડલ: સોમા મંડલ સરકારી માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ)ની પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેમને વર્ષ 2021માં આ જવાબદારી સોંપવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે સોમા મંડલના નેતૃત્વમાં SAIL સતત નફાકારક રહી છે અને તેમના નેતૃત્વના પ્રથમ વર્ષમાં જ કંપનીના નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો હતો.

કિરણ મઝુમદાર: ફોર્બ્સની યાદીમાં સામેલ કિરણ મઝુમદાર-શૉ ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓમાંની એક છે. બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના તેમના દ્વારા વર્ષ 1978માં કરવામાં આવી હતી.

વિશ્વની ટોચની 3 શક્તિશાળી મહિલાઓ

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની આ વખતની યાદીમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનને નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે. બીજા ક્રમે યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ છે. વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી મહિલા ભારતીય મૂળની અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.